Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ એક જ પરિવારના 3 સભ્યોએ અચાનક કેમ કરી લીધી આત્મહત્યા,જાણો શું...

સુરેન્દ્રનગરઃ એક જ પરિવારના 3 સભ્યોએ અચાનક કેમ કરી લીધી આત્મહત્યા,જાણો શું છે મોટું કારણ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૈત્રી કરારમાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ભૃગુપુર ગામના એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. અમદાવાદની યુવતી સાથે મૃતક યુવકે મૈત્રી કરાર કર્યા હતા. મૈત્રી કરાર કર્યા બાદ કરાર કરનાર યુવકને અને તેના પરિવારને યુવતી અને તેના પરિવારજનો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસને લઈ યુવક અને તેની માતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તો મૃતક યુવકના પિતરાઈ ભાઈને પણ આ મામલે લાગી આવતા તેણે પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. તો 12 લોકો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો,  સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં રહેતા યુવકે અમદાવાદની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ મૈત્રી કરારમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકના પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. જેના બાદ મૃતક યુવકે અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ વાત યુવતીના પરિવારજનોને પસંદ ન હતી. જેથી તેઓ અવારનવાર મૃતક યુવકના ઘરે આવીને ઝઘડો કરતા હતા. અંતે યુવકે અને તેની માતાએ કંટાળી જઈને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઘટનાના 24 કલાકમાં જ તેના પિતરાઈ ભાઇએ પણ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે યુવતીના પરિવારજનો દ્વારા અપાતા માનસિક ત્રાસ મામલે મૃતક યુવકે પોલીસમાં અરજી પણ કરી હતી, પરંતું કોઈ ઉકેલ આવ્યો ન હતો. આત્મહત્યા બાદ તમામના મૃતદેહને ચુડાના ભૃગુપુર ગામે લાવવામાં આવ્યા હતા. પરંતુ ભૃગુપુર ગામે પરિવારજનોએ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા મૃતદેહો સ્વીકાર્યા ન હતા. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી. સ્થાનિકોએ મૃતદેહો ન સ્વીકારતા વાતાવરણ ગરમાયું હતું. જેના બાદ મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયા હતા. આ બાદ સફાળી જાગેલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પિતરાઈ ભાઈની આત્મહત્યાનું કારણ જાણવા અંગે પણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ એક જ પરિવારના 3 લોકોને મારવા મજબૂર કરનાર 4 લોકોની અટકાયત કરી છે. 12 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની અટકાયત બાદ લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણેય મૃતદેહોનો પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો. અને મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments