Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડર, રસ્તે ચાલવા જેવી બાબતે ખેલાયો ખુની ખેલ

સુરેન્દ્રનગરના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડર, રસ્તે ચાલવા જેવી બાબતે ખેલાયો ખુની ખેલ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટના બની છે. મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા થયાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવની વિગતો જોઈએ તો ફુલગ્રામ ગામે રહેતા હમીરભાઈ કેહરભાઈ મેમકીયાને ગામમાં જ રહેતા ભગાભાઈ નાગજીભાઈ સાથે રસ્તે ચાલવા જેવી બાબતે માથાકુટ થઈ હતી અને આ ઘટનાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

રસ્તે ચાલવા જેવી નજીવી બાબતે લોહીયાળ જંગ ખેલાયો હતો. જેમાં હમીરભાઈ મેમકીયા, તેમના પુત્ર અને પુત્રવધુની હત્યા નિપજાવવામાં આવી હતી. સમગ્ર બનાવને પગલે ગામમાં સોપો પડી ગયો છે.

ત્રિપલ મર્ડરના બનાવના પગલે જોરાવરનગર પોલીસ, જિલ્લા એલસીબીની ટીમ, એસઓજીની ટીમો, સુરેન્દ્રનગર જિલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો ફુલગ્રામ ગામે દોડી ગયો હતો. મૃતદેહોનો કબજો લઈને હોસ્પિટલમાં ખસેડાયા છે. કેટલાક લોકોને ઇજા થયાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments