Homeગુર્જર નગરીરાજકોટ શહેરના અયોધ્યા ચોક પાસે અકસ્માતમાં બે સગાભાઈઓના મોત

રાજકોટ શહેરના અયોધ્યા ચોક પાસે અકસ્માતમાં બે સગાભાઈઓના મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના અયોધ્યા ચોક પાસે અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. ટ્રકે બાઈકને અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત થયા છે. સગા બે ભાઈઓના મોત થતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

મળતી વિગતો પ્રમાણે જીત નીતિનભાઈ નાગરેજા અને તેનો ભાઈ ભાવેશ નાગરેજા સવારે 11 વાગ્યે પોતાનું બાઈકલ ઈને જઈ રહ્યા હતા. બન્ને ભાઈઓ માધાપર ચોકડી નીકળ્યા હતા અને અયોધ્યા ચોક પાસે પહોંચ્યા હતા તે દરમિયાન અયોધ્યા ચોક પાસે યમરાજ બનીને આવેલા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર થતા બાઈક પરથી બન્ને ભાઈઓ પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને ભાઈઓના મોત નિપજ્યા હતા.

brother death in accident

બે સગાભાઈઓના આ પ્રકારે અકસ્માતમાં અકાળે મોત થતાં પરિવાર પર મુસીબતોનું આભ તૂટી પડ્યું છે. પરિવારને આ અંગેની જાણ થતાં જ પરિવારમાં રોકકળ શરૂ થઈ ગઈ હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments