Homeગુર્જર નગરીખંભાળિયામાં એક જ દિવસમાં આત્મહત્યાની બે ઘટના, યુવતી અને સગીરાએ જીવન ટૂંકાવ્યું

ખંભાળિયામાં એક જ દિવસમાં આત્મહત્યાની બે ઘટના, યુવતી અને સગીરાએ જીવન ટૂંકાવ્યું

Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે અકસ્માત, હત્યા અને આત્મહત્યાના બનાવોથી જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. તહેવારોના દિવસોમાં એક બાદ એક કરુણ ઘટનાઓ બનતાં હાહાકાર મચી ગયો છે. ગઈકાલે નાગ પાંચમના દિવસે એક જ દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આત્મહત્યાની બે ઘટના બની છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક યુવતી અને એક સગીરાએ આત્મહત્યા કરી લઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બન્ને આત્મહત્યાની ઘટનામાં હતભાગીઓએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યોગેશ્વર નગરમાં રહેતી 24 વર્ષની એક યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આત્મહત્યા કરી લેનાર યુવતીનું નામ લીના વિજય સોલંકી હોવાનું સામે આવ્યું છે. અગમ્ય કારણોસર આ યુવતીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં લાવાવમાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં આત્મહત્યાનું કારણ જાણવા મળી શક્યું નથી.

tatva-advertisement.

ગઈકાલે બીજા આત્મહત્યાના બનાવમાં ખંભાળિયામાં 16 વર્ષની સગીરાએ આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી લીધી છે. ખંભાળિયાના સતવારા સમાજની વાડી સામે શક્તિ નગરમાં રહેતી શિવાની હસમુખ ચોપડા નામની સગીરાએ પોતાના ઘરે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી છે. આ કિસ્સામાં પણ સગીરાના આત્મહત્યાનું કારણે સામે આવ્યું નથી. સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આમ દેવભૂમિ દ્વારકા પંથકમાં આ પોસ્ટમોર્ટમ માટે આવેલા બે મૃતદેહો અને બે આત્મહત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ દિવસમાં યુવતી અને સગીરાના આપઘાતના પગલે માહોલ ગમગીન થઈ ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments