Team Chabuk-Gujarat Desk: આબુરોડના માવલ ગામના યુવક સાથે કરુણાંતિકા સર્જાઈ છે. લગ્નના ત્રણ દિવસ પહેલાં જ યુવકનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આબુરોડના માવલ ગામનો યુવક લગ્નની કંકોતરી આપવા માટે ફોઈના દીકરા સાથે ટુ-વ્હીલર પર ચંદ્રાવતી ગામમાં ગયો હતો. મોડી રાત્રે પરત ફરતી વખતે આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર વાહનની અડફેટે બન્ને યુવકના મોત નિપજ્યા હતા.
મળતી વિગત પ્રમાણે આબુરોડ તાલુકાના માવલ ગામના 22 વર્ષીય શંકરભાઈ હરજી રબારી બાઈક (આરજે-38-એસએ-3200) લઈને મંગળવારે પોતાના ફોઈના દીકરા થાનારામ રબારી સાથે પોતાના લગ્નની કંકોતરી આપીને મોડી રાત્રે પરત પોતાના ઘરે માવલ જઈ રહ્યા હતા. ત્યારે આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર પાછળથી આવી રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં મામા-ફોઈના બંને ભાઈનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. મૃતક યુવક શંકર રબારી બ્રિજની નીચે પટકાયો હતો, જ્યારે થાનારામનો મૃતદેહ બ્રિજ પર લટકાઈ ગયો હતો. અકસ્માતના પગલે ચંદ્રાવતી ગામના લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થયાં હતા. આબુરોડ રિકો પોલીસને જાણ કરી હતી. રિકો પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આવતીકાલે લગ્ન હતા
મૃતક યુવક શંકર રબારીના લગ્ન ચંદ્રાવતી ગામમાં નક્કી કર્યા હતા. 11 ફેબ્રુઆરીએ જાન ચંદ્રાવતી ગામમાં આવવાની હતી. લગ્નના ત્રણ દિવસ પહેલા જે ગામમાં શંકરની જાન આવવાની હતી એજ ગામમાં શંકરનું અકસ્માતમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
