Homeગુર્જર નગરીઊનામાં સાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા આગામી રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

ઊનામાં સાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા આગામી રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

Team Chabuk-Gujarat Desk: પાચનની શરૂઆત મોઢાથી થાય છે. આપણે ખાધેલા ખોરાકને પાચન માટે તૈયાર કરવાનું કાર્ય દાંત કરે છે. દાંત મજબૂત હોય તો આપણું પાચનતંત્ર પણ મજબૂત બને છે. ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના લાભાર્થે ઊનામાં શાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા આગામી ૧૪ મે, ૨૦૨૩ના રોજ દાંત, પેઢા, મોં, જડબાના રોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ઊનાના ગીર ગઢડા રોડ પર ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, રૂદ્રાક્ષ સીનેમા નીચે આવેલા સાશ્વત ડેન્ટલ ક્લિનિક ડો. યોગેન્દ્ર ચૌહાણના માર્ગદર્શનમાં આગામી ૧૪, મેના રોજ સવારે ૯થી ૧ વાગ્યા સુધી દંત ચિકિત્સા કેમ્પ યોજશે. આ કેમ્પમાં દર્દીઓને દાંતના રોગોનું કોઇપણ ચાર્જ વગર નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાત દાંતના એકસ-રે (IOPA X-Ray)ની અને દાંત પડાવવાની સારવાર નિઃશુલ્ક આપશે.

doctor plus

જે દર્દીઓને દાંતના મુળીયાની સારવાર (Root Canal Treatment)ની જરૂર હશે તેમને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. તેમજ ડહાપણની દાઢના ઓપરેશન અને દાંતની અન્ય સારવાર રાહતદરે કરી આપવામાં આવશે. સાથે સાથે કેમ્પમાં હાજર દવાઓ જરૂરીયાતમંદ દર્દીને કોઈપણ ચાર્જ વગર આપવામાં આવશે.

ઊનાના આંગણે શાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા યોજાનારા દંત ચિકિત્સા કેમ્પનો લાભ લેવા ડો. યોગેન્દ્ર ચૌહાણ અને તેમની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments