Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં એક ફોટોગ્રાફર પત્ની અને બે સંતાનો સાથે રહે છે. તેનો સહાયક માધવ કામ-ધંધામાં તેને મદદ પૂરી પાડતો હતો. માધવની સાથે અન્ય એક સંબંધી મહિલા પણ હતી. જે અવાર નવાર તેને ત્યાં આવતી જતી રહેતી હતી. માધવની ખરાબ નજર ફોટોગ્રાફરની પત્ની પર હતી અને તે તેને પરાણે સંબંધ રાખવાનું કહેતો હતો.

જો પરિણીતા માધવની સાથે સંબંધ ન રાખે તો ઝેરી દવા પી મોતને ભેટી જઈશ તેવી ધમકી ઉચ્ચારતો હતો. આ ધમકીના ખૂંટે ઉછળતા માધવે પરિણીતા ઉપર વારંવાર દુષ્કર્મ પણ આચર્યું હતું અને તેમાં તેને મદદ કરી હતી માધવની મહિલા સંબંધીએ. આખરે તેના આ કૂકર્મની જાણકારી પરિણીતાના પતિને લાગી જતા માધવ અને મહિલાની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

માધવે પરિણીતાની સાથે અગાઉ મવાલી જેવો વ્યવહાર કર્યો હતો. તેણે ફોટોગ્રાફરની પત્નીને તું મને પસંદ છે કહ્યું હતું, ફોટોગ્રાફરની પત્ની આ વાતથી ગુસ્સે ભરાઈ હતી અને માધવને થપ્પડ ઝીંકી દીધી હતી. માધવ એ સમયે તો ત્યાંથી ચાલ્યો ગયો હતો પણ પછી પાછળથી નશામાં ધૂત થઈ આવ્યો હતો અને મહિલાને ધમકી આપી હતી કે મારી સાથે સંબંધ નહીં રાખે, તો હું ઝેર પી જઈશ અને તારો પતિ જેલમાં જશે. ધમકી આપવાની સાથે સાથે માધવે બ્લેડના ઘા મારી મવાણીપણું છત્તું કર્યું હતું.

ફોટોગ્રાફરની પત્નીને હવે ટોર્ચર કરવામાં આવતી હતી અને આમાં માધવનો સાથ તેની મહિલા સંબંધી પૂરાવતી હતી. મહિલાનું જીવન નર્ક સમાન થઈ ગયું હતું. ધમકી આપીને જ માધવે મહિલાની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એ જ્યારે મહિલા પર બળજબરી આચરતો હોય ત્યારે તેની મહિલા સંબંધી બારણા પાસે ધ્યાન રાખી બેઠી રહેતી હતી.

માધવનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તે એક દિવસ પરિણીતાને ગંદા ઈશારા કરી રહ્યો હતો. ફોટોગ્રાફરે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને ત્યાં જ મહિલાએ તેની આપવિતી પતિની સામે છતી કરી નાખતા, ફોટોગ્રાફર પતિએ માધવ અને તેની મહિલા સંબંધીની વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત