Homeગુર્જર નગરીવીડિયો કોલમાં યુવતીએ બિઝનેસમેનને જાળમાં ફસાવી કપડાં ઉતરાવ્યાં, કોલ કટ કરી દિધો...

વીડિયો કોલમાં યુવતીએ બિઝનેસમેનને જાળમાં ફસાવી કપડાં ઉતરાવ્યાં, કોલ કટ કરી દિધો અને…

Team Chabuk-Gujarat Desk: એક યુવતીએ બિઝનેસમેન સાથે વ્હોટ્સએપ પર વાત કરી હતી અને તેમને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપી વીડિયો-ક્લિપ બનાવી લીધી હતી. ત્યાર બાદ આ બિઝનેસમેનને બ્લેકમેઇલ કરીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ બિઝનેસમેને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીડિયો કોલ પર યુવતી સાથે વાત કરવી બિઝનેસમેનને ભારે પડી છે.

અમદાવાદના બિઝનેસમેને પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 8 ઓગસ્ટ 2022ના રોજ તેઓ પોતાના ઘરે હતા. રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ માટે અપીલ કરી હતી અને પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં. જોકે આ બિઝનેસમેને તેને આવું કરવાની ના પાડી હતી, પરંતુ આ યુવતીએ બિઝનેસમેનને પોતાની જાળમાં ફસાવીને તેમનાં પણ કપડાં ઉતરાવ્યાં હતાં. આ વીડિયો કોલ એકાદ મિનિટ સુધી ચાલ્યો હતો અને બાદમાં યુવતીએ સામેથી કોલ કટ કરી દીધો હતો.

કરોડોનું ટર્નઓવર ધરાવતા વૃદ્ધ પોતાની પત્ની સાથે પોશ વિસ્તારમાં રહે છે. ઉંમરના અંતિમ પડાવ તરફ આગળ વધી રહેલા વૃદ્ધ પોતાની પત્ની સાથે જેમ તેમ સમય કાઢી રહ્યા હતા અને આ સમયે તેમની જિંદગીમાં વંટોળ આવ્યો, પરંતુ આ વંટોળે તેમને હચમચાવી દીધા, કારણ કે ઉંમરના પડાવે તેઓ હનીટ્રેપના શિકાર થયા અને સમાજમાં આબરૂ જવાની બીકે તેમણે અનેક લોકોને રૂપિયા ચૂકવવા શરૂ કરી દીધા હતા. અંદાજે 2.68 કરોડ રૂપિયા તેમણે અલગ અલગ લોકોને ચૂકવી આપ્યા છે. આ બધી વાતથી પરિવાર અજાણ હતો, પણ હવે કેટલી હદે આ રૂપિયા ચૂકવવાનું ચાલુ રહેશે તે તેમને ખબર ન હતી, કારણ કે સામેથી ફોન કરનારી વ્યક્તિ ક્યારેક પોલીસ ઇન્સ્પેક્ટરના નામે વાત કરતી, ક્યારેક CBI ઓફિસરના નામે તો ક્યારેક સાયબર ક્રાઇમ ઓફિસરના નામે વાત કરતી હતી.

આ ઘટનાની શરૂઆત એ રીતે થઈ જ્યારે વૃદ્ધ પોતાના ઘરે સાંજના સમયે એકલા હતા, ત્યારે મોરબીની એક યુવતીએ તેમના મોબાઈલ પર વ્હોટ્સએપ મેસેજ કર્યો અને હાય લખ્યું. જેથી વૃદ્ધ વોટ્સએપ ડીપીમાં ફોટો જોઈને થોડા મોહી પડ્યા હતા. તેમણે પણ સામે હેલ્લો કરીને જવાબ આપ્યો હતો. થોડીવાર બાદ યુવતીએ વ્હોટ્સએપ પરથી તેમને રિપ્લાય આવ્યો કે હું મોરબીની યુવતી છું. હું તમારી સાથે વાતો કરવા માગું છું. શું તમે મારી સાથે વાતો કરશો. આ અંગે વૃદ્ધના મનમાં અસમંજસ હતું, એ સમયે યુવતીનો વીડિયો કોલ આવ્યો અને તેમણે ફોન ઉપાડ્યો. ત્યાર બાદ આ વૃદ્ધની જિંદગીમાં બદલાવની શરૂઆત થઈ હતી.

ફોનમાં સામે કોઈ યુવતી હતી. તેણે વૃદ્ધને કહ્યું, હું તમારી સાથે ફોન સેક્સ કરવા માગું છું. ઘણા લોકો સાથે ફોન સેક્સ કરું છું અને આટલું કહેતાં-કહેતાં યુવતીએ પોતાનાં કપડાં ઉતારવા લાગી હતી. એક પછી એક શરીર પરથી કપડાં ઉતારી રહી હતી અને વૃદ્ધ ઢળતી ઉંમરે આ ખૂબસુરત યુવતીની જાળમાં ફસાઈ ગયા. એક મિનિટ સુધી આ સમગ્ર વીડિયો કોલમાં બંને તરફથી કપડાં ઉતારતાં ગયાં અને આ સમગ્ર વીડિયોનો સ્ક્રીન રેકોર્ડિંગ થઈ ગયું. છે.

થોડીવાર બાદ વીડિયો કોલની ક્લિપ આ બિઝનેસમેનને વ્હોટ્સએપ પર મળી. યુવતીએ એને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને પહેલા તો 50 હજારની માગ કરી હતી. જેથી આ બિઝનેસમેને ડરના માર્યા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો. વાત આટલેથી નહીં અટકતાં દિલ્હીથી પીઆઈ ગુડ્ડુ શર્માની ઓળખ આપીને અજાણ્યા નંબરથી આ બિઝનેસમેન પર ફોન આવ્યો હતો. તેણે પણ બિઝનેસમેન પાસેથી ફરિયાદની ધમકી આપી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. હજી કંઈ બાકી રહી જતું હોય એમ સતીષ નામની વ્યક્તિએ આ બિઝનેસમેનને ફોન કરીને એક લાખ માગ્યા. વીડિયો ગુડ્ડુ પાસેથી મળ્યો હોવાથી તેની પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી એક લાખ પડાવ્યા હતા.

આ બિઝનેસમેન કંઈક સમજે ત્યાં સુધીમાં દિલ્હી સાયબર ક્રાઈમના પોલીસ-ઇન્સ્પેક્ટર ગોસ્વામીની ઓળખ આપવામાં આવી. આ ફોનમાં સામેવાળાએ એવું કહ્યું કે યુવતી જેની સાથે તમે વીડિયો કોલ પર વાત કરી છે તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. તેને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ યુવતીએ આત્મહત્યા કરવા પાછળ તમારું નામ આગળ ધર્યું છે. તમે આ કેસમાંથી બહાર નીકળવા માગતા હોવ તો રૂપિયા ટ્રાન્સફર કરી દો, નહીં તો તમારી સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવી પડશે, એમ કહીને ફરિયાદી બિઝનેસમેન પાસેથી 80 લાખ 77 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા.

હજી કંઈ રહી જતું હોય એમ સીબીઆઇ ઓફિસર સંદીપ શર્મા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને વીડિયો-ક્લિપ તેમની પાસે છે. યુવતીનાં પરિવારજનો હાલ ફરિયાદ કરવા માટે આવ્યાં છે. જો તમારે કેસથી બચવું હોય તો હું કહું એ પ્રમાણે રૂપિયા આપવા પડશે, એમ કહીને રૂપિયા 18 લાખ 50 હજાર પડાવી લીધા હતા. જોકે આ ગઠિયાએ તો યુવતીની માતાનું 100 રૂપિયાના સ્ટેમ્પ પર ફરિયાદ પરત ખેંચી લીધી હોવાનું એફિડેવિટ પણ વ્હોટ્સએપમાં મોકલી આપ્યું હતું. ત્યાર બાદ સીબીઆઈની ઓળખથી વધુ 29 લાખ 35 હજાર પડાવી લીધા હતા.

23મી નવેમ્બરે જયપુરથી અશોક નામની વ્યક્તિનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તમારી ધરપકડ કરવા 12 માણસની ટીમ નીકળી ગઈ છે. આમ પોલીસનો ખર્ચો, યુવતીનાં કુટુંબીજનોને વળતર તેમજ કેસ પૂરો કરવાના બહાને ફરિયાદી પાસેથી 19 લાખ 70 હજાર પડાવી લીધા હતાં. આ એક વીડિયો-ક્લિપ વાયરલ કરવા અને અલગ અલગ પોલીસ અધિકારીની ઓળખ આપીને જુદાં જુદાં બહાનાં હેઠળ ફરિયાદી બિઝનેસમેન પાસેથી રૂપિયા 2 કરોડ 69 લાખ 32 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. રૂપિયા આપીને કંટાળેલા ફરિયાદીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments