Team Chabuk-Gujarat Desk: સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ઈલેક્ટ્રિક બાઈકની માગ એટલી વધી ગઈ છે કે શોરૂમમાં સ્ટોક પુરો થઈ ગયો છે. હવે શહેરીજનોને ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે બે મહિના સુધીનું વેઈટિંગ છે.
સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ એટલી વધી ગઈ છે કે સુરતના ઇલેક્ટ્રિક વાહનોના ડીલરો અમદાવાદ, વડોદરાથી ઇલેક્ટ્રિક વાહનો મગાવીને ગ્રાહકોને આપી રહ્યા છે. પેટ્રોલ મોંઘુ થતાં અને ઈ-વાહન પર સબસિડી મળતા સુરતીઓ ઈલોક્ટ્રેનિક વાહનો તરફ વળ્યા છે.
ઇલેક્ટ્રિક બાઇકના બે સેગમેન્ટ છે. સેગમેન્ટમાં ઈલેક્ટ્રિક બાઈક માટે લાયસન્સની જરૂર નથી અને ન તો રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એક સેગમેન્ટ અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેમાં લાઇસન્સ ફરજિયાત છે. લાઇસન્સ વિનાની ઇલેક્ટ્રિક બાઇકની માંગ છે.
બીજી તરફ વધતા પેટ્રોલ ડીઝલના ભાવો વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને મધ્યમવર્ગીય પરિવારો પણ વ્યાજબી માની રહ્યા છે. અને એટલા માટે તેઓ હવે પેટ્રોલ કે ડીઝલ ગાડીને બદલે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળી રહ્યા છે.
સુરત આરટીઓએ રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ 2627 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી કરી છે. તેમાંથી 1132 વાહનોને સબસીડી મળી છે જેમાંથી 1108 ટુ વ્હીલર છે. આ દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનોની અછત છે. આ સાથે સુરતના ડિલરો બે મહિનાની રાહ જોઈ રહ્યા છીએ. માંગને પહોંચી વળવા માટે તેઓ વડોદરા, અમદાવાદથી પણ સ્ટોક લાવી રહ્યા છે, જેથી તેઓ સપ્લાય કરી શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
