Homeગુર્જર નગરીપ્રેમલગ્નનો કરૂણ અંજામઃ ચારિત્ર્ય પર શંકા કરતાં પતિની પત્નીના હાથે હત્યા, દોઢ...

પ્રેમલગ્નનો કરૂણ અંજામઃ ચારિત્ર્ય પર શંકા કરતાં પતિની પત્નીના હાથે હત્યા, દોઢ વર્ષનો પૂત્ર નોંધારો બન્યો

Team Chabuk-Gujarat Desk: ખેડાના કપડવંજમાં પરણિતા પર પતિની હત્યાનો આરોપ લાગ્યો છે. દાવો છે કે, પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતાં પત્નીએ પતિને દંડા વડે મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ આ વિગતો સામે આવી છે. આ ઉપરાંત ઘર કામ મુદ્દે પણ પતિ અને પત્નીના વારંવાર ઝઘડા થતાં હોવાની પણ પ્રાથમિક વિગતો પોલીસને મળી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ યુગલે પ્રેમ લગ્ન કર્યા છે અને બંનેને લગ્નજીવનથી એક સંતાન પણ છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ખેડાના સુલતાનપુર ગામમાં રહેતી હીના પરમાર અને તેના પતિ મુકેશ પરમારના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. બંને રાજીખુશીથી પ્રેમલગ્ન કરી જીવનની નવી ઈનિંગની શરૂઆત કરી હતી. શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું. તેમના લગ્નજીવનમાં વધુ ખુશીઓ ત્યારે આવી જ્યારે તેમના ઘરે પુત્રનો જન્મ થયો અને પારણું બંધાયું.

છેલ્લા થોડા સમયથી બંનેના જીવનમાં કડવાશ ઉમેરાઈ. નાની-નાની વાતે બંનેનો ઝઘડો થવા લાગ્યો એ પછી ઘર કામ હોય કે અન્ય કોઈ વાત. આ નાના-નાના ઝઘડા પાછળ મૂળ કારણ હતું તે શંકા હતી. પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. 15 ઓગસ્ટે આ જ વાતે ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ આ ઝઘડાનો અંત બહુ કરુણ આવ્યો છે. બંનેના ઝઘડામાં દોઢ વર્ષનો પુત્ર નોંધારો બન્યો છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે જ્યારે માતાને જેલમાં જવાનો વારો આવ્યો છે.

15 ઓગસ્ટે બંને વચ્ચે ઝઘડો થતાં હીના ઉશ્કેરાઈ ગઈ હતી અને પતિ પર ડંડા વડે હુમલો કર્યો હતો. જેમાં તેના પતિ મુકેશને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ થયું હતું. એટલું જ નહીં હત્યા બાદ હીનાએ પતિ મુકેશના મૃતદેહને ઘરની પાછળ ખાડો ખોદી અને દાટવાનો પણ પ્રયાસ કર્યો. આ મુદ્દે મૃતક મુકેશના પિતરાઈ ભાઈએ કપડવંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે આરોપી પત્નીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments