Team Chabuk-Gujarat Desk: જળ એ જ જીવન, જળ એ જ સ્વાસ્થ્ય, પાણી માપવું, પાણી વગરના હોવું, પાણીને ભૂ કહેવું વગેરે શબ્દપ્રયોગો લોકોના મોઢે અવારનવાર સંભળાય છે. આ બાબતો જીવનમાં પાણીનું મહત્વ દર્શાવે છે. ૨૨ માર્ચનો દિવસ એટલે પૃથ્વીના ૭૧ ટકા અને માનવ શરીરમાં ૬૦ ટકા હિસ્સો ધરાવતા પાણીનું મહત્વ સમજવાનો અને સ્વીકારવાનો દિવસ. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં સરકાર દર વર્ષે ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરી લોકોને જાગૃત કરવાનું કાર્ય કરે છે. જેની શરૂઆત ૧૯૯રમાં બ્રાઝિલના રીયો-ડી-જાનેરોમાં પાણી અંગેની વૈશ્વિક પરિષદથી થઈ હતી. જેમાં યુનાઇટેડ નેશન્સના નેજા હેઠળ ‘વર્લ્ડ વોટર કાઉન્સિલ’ ની સ્થાપના કરાઇ હતી. આ સંસ્થા દ્વારા દર વર્ષે રર માર્ચે સમગ્ર વિશ્વમાં ‘‘વિશ્વ જળ દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે.
રોજગારીની તલાશમાં ગામડાઓ તૂટી રહ્યા છે અને શહેરોની વસ્તી કુદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે ગ્રામ્યવિસ્તારમાં પાણી વ્યવસ્થા પર થતી અસરો સામે અંગુલિનિર્દેશ કરવો જરૂરી છે. પાણીના વપરાશ પ્રત્યે નાગરિકોમાં સજાગતા આવે, તે માટેના કાર્યક્રમો આ દિવસે કરવામાં આવે છે. પાણીના મર્યાદિત સંસાધનો સામે પાણીના વિવેકભર્યા ઉપયોગથી જ પાણી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે. સમગ્ર વિશ્વમાં ૩ અબજથી વધુ લોકો નગરો અને શહેરોમાં વસે છે, જે પૈકીના ૩૮ ટકા લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નિવાસ કરે છે. તેમની પાણીની જરૂરીયાતો પ્રત્યે લક્ષ્ય આપવા વર્લ્ડ વોટર કાઉન્સિલ ખાસ કાર્યક્રમો યોજે છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર ‘‘સૌની’’ યોજના જેનો હેતું જયા પાણી પૂરતા પ્રમાણમાં ન હોય ત્યાં દરેક ઘરમાં નળ અને નળથી જળ લાવવા માટે રાજય સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે. જયારે હાલ ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ કાર્યરત છે. જે હેઠળ ૩૧ મે-ર૦રર સુધી ચાલનારા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩ હજારથી વધુ જળ સંચય-જળ સંગ્રહ કામો હાથ ધરાશે. ઉપરાંત જળ સંગ્રહ શક્તિમાં ૬૧૭૮૧ લાખ ઘનફૂટની વૃદ્ધિ, ર૧૪૦ર તળાવો ઊંડા કરવાના અને નવા તળાવોના કામો ૧પ૬.૯૩ લાખ માનવદિન રોજગારી ઉભી થશે.
જ્યારે વાતાવરણમાં થતા ફેરફારો, કુદરતી આપત્તિ, ઔદ્યોગિકરણ વગેરેને પરિબળો પાણીના સ્ત્રોતોને અસર કરે છે. ગુજરાત રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જેવા અમુક પ્રદેશો તો પાણીની તંગી માટે જાણીતા છે. જ્યારે ઘણા ઉદ્યોગો તો જળ પર જ ટકેલા છે, ત્યારે પાણીનો બગાડ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા આવા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિશ્વમાં પાણીના બે પ્રકાર છે. ભૂગર્ભ જળ અને સપાટી પરનું જળ. પીવાના પાણીના પુરવઠા, સ્વચ્છતા પ્રણાલી, ખેતી, ઉદ્યોગ અને ઇકોસીસ્ટમને ટેકો આપે છે. ભૂગર્ભજળ મુખ્યત્વે વરસાદ અને હિમવર્ષાથી જમીનમાં ઘૂસીને ધીમે ધીમે રીચાર્જ થાય છે. જો આપણે ભૂગર્ભજળના સ્ત્રોતને ખાલી કરીએ તો તે સામાન્ય રીતે અઠવાડિયા કે મહિનાઓમાં નહીં પરંતુ દાયકાઓ કે તેથી વધુ સમય બાદ ફરી ભરાય છે.
ભૂગર્ભજળ એ એક મહત્વપૂર્ણ સંસાધન છે જે વિશ્વભરમાં લગભગ અડધું પીવાનું પાણી પૂરું પાડે છે, લગભગ ૪૦ ટકા પાણી સિંચાઈવાળી ખેતી માટે અને લગભગ 1/3 પાણી ઉદ્યોગ માટે જરૂરી છે. ભારત સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં પાણી બચાવોના વિષય આધારિત વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે જેની કામગીરીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં ઉનાળાના દિવસોની શરૂઆત પૂર્વે જ જળાશયો અંગેની તમામ કામગીરી હાથ ધરવામાં આવી તેમાં જરૂરી સુધારા-વધારા કરી પાણીનું સ્તર મહત્તમ બની રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેના ભાગ રૂપે રજય સરકારની કામગીરીમાં ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત