Team Chabuk-Gujarat Desk: લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ કંકોત્રીમાં એવું કંઈક લખવામાં આવ્યું છે કે જેને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. રાજકોટ જિલ્લાના હડાળાના મનસુખભાઈ કેશવજી સીતાપરાએ અનોખી પહેલ કરી છે. કંકોત્રીમાં લખ્યું છે કે, ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’.
દારૂના વ્યસનના સખ્ત વિરોધી કોળી પરિવારના મનસુખભાઈએ કંકોત્રીમાં ચોખ્ખુ લખી નાંખ્યુ હતું. મનસુખભાઈની પુત્રીના કડવા પાટીદાર સમાજવાડીમાં લગ્ન છે. કોળી સમાજના મનસુખભાઈએ જણાવ્યું હતું કે, ‘વાયરલ કંકોત્રી મારી જ છે અને મારે સમાજ, ગામ સહિત પરિવારોને વ્યસનમુક્ત બનાવવા છે.’ એવા હેતુ સાથે લગ્નની કંકોત્રીમાં લખાણ લખવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, તાજેતરમાં રાજકોટનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જાનૈયાઓ ડાન્સ કરતા કરતા દારૂ પી રહ્યા હતા. દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તમામને ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવ્યું હતુ. આમ, રાજકોટ શહેરની સિક્કાની બે બાજુઓ જોવા મળી. એક તરફ દારૂની રેલમ છેલ તો બીજી તરફ દારૂડિયાને નો એન્ટ્રી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત