Homeગુર્જર નગરીવિશ્વ સિંહ દિવસઃ જાણો ગુજરાતમાં કેટલી છે સિંહની વસ્તી અને કેટલા વિસ્તારમાં...

વિશ્વ સિંહ દિવસઃ જાણો ગુજરાતમાં કેટલી છે સિંહની વસ્તી અને કેટલા વિસ્તારમાં વિહરે છે ?

Team Chabuk-Gujarat Desk: એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જૂન 2020ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને ૬૭૪ થયેલ છે. વસ્તીમાં વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયેલ છે. સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના 30,000 ચો. કી.મી. માં વિહરતા જોવા મળે છે જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીખે ઓળખવામાં આવે છે.

દર વર્ષે તા.10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃત્તિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી કરવામાં આવે છે. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત ગુજરાત રાજય સરકારના વન વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા વર્ષ-2016થી કરવામાં આવે છે.

આ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો, એન.જી.ઓના સભ્યો, સ્થાનિક લોકો, ગુજરાત સરકારના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ જોડાય છે. આ સહિયારા પ્રયાસો એશિયાઇ સિંહના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

lion day

વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વર્ચ્યુઅલી પણ જોડાય શકાય છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગર સહિત 11 જિલ્લાની 11 હજારથી વધુ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ ભાગ લેશે.

આ ઉજવણી માટે સિંહના મ્હોરા, બેનર, પેમ્ફલેટ, પ્રતિજ્ઞા પત્ર, સેલ્ફી માટેની સ્ટેન્ડીઓ, ગોળ સ્ટીકર અને એ૪ સાઇઝના સ્ટીકર્સ પણ વિદ્યાર્થીઓ માટે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉજવણીમાં એશિયાઇ સિંહના સંરક્ષણના હેતુ સાથે જનપ્રતિનિધિશ્રીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એન.જી.ઓ, નાગરિકો અને સરકારી અધિકારીઓ સહિત વિવિધ લોકો શાળામાં એકત્રિત થશે તેમજ રેલીઓ, ભાષણો અને પ્રતિજ્ઞા લેવા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

વર્ચ્યુઅલ ઉજવણીમાં વ્યક્તિઓ એશિયાઇ સિંહો વિશે જાગૃત્તિ ફેલાવવા માટે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી જોડાઇ શકશે. આ ઉજવણી માટે બેનરો, પંચલાઈન, ટેક્સ્ટ સંદેશાઓ, શુભેચ્છાઓ, ઈ-મેઈલ, ગ્રાફિક્સ, રીલ્સ અને ટૂંકા વિડિયો સહિતની ડિજિટલ અસ્કયામતોની શ્રેણી, વ્યાપક સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરી પ્રસારિત કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments