Homeગુર્જર નગરીગોઝારો શુક્રવારઃ ઈકો અને ટેન્કર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના...

ગોઝારો શુક્રવારઃ ઈકો અને ટેન્કર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: પંચમહાલ જિલ્લામાં શુક્રવાર ગોઝારો સાબિત થયો. ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલી ITIની નજીકમાં ઇકો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોની હાલત હજુ ગંભીર છે.ઘાયલોને સારવાર માટે ગોધરા તેમજ દેવગઢ બારિયા ખાતે ખસેડવામા આવ્યા હતા. ઈકો કારમાં કુલ 7 લોકો સવાર હતા. જે પૈકી ત્રણ લોકોનાં ઘટનાસ્થળ પર જ અને બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.

આ ઘટનામાં જે મરણ પામેલા અને ઈજાગ્રસ્ત લોકો હતા, તે છોટાઉદેપુર તાલુકાવા કર્ણાવટ ગામના હોવાની માહિતી મળી છે.

મળતી વિગત મુજબ, ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે છોટાઉદેપુરથી જઈ રહેલી ઇકો ગાડીને સામેથી બેફામ આવતાં ટેન્કરે અડફેટે લીધી હતી. જેથી ગાડીમાં સવાર સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં 108માં ટૂંકી સારવાર બાદ એક વ્યક્તિનું 108માં જ મોત થયું હતું. જ્યારે અન્ય વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Accident (12)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments