Homeગુર્જર નગરી24 કલાકમાં હાર્ટ એટેકથી રાજ્યમાં બે કિશોર સહિત કુલ 11ના મોત

24 કલાકમાં હાર્ટ એટેકથી રાજ્યમાં બે કિશોર સહિત કુલ 11ના મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાર્ટ એટેકથી સતત મોત થઈ રહ્યા છે. નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં એક જ દિવસમાં 11 લોકોના મોત થયા છે. દ્વારકામાં એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 3, ખેડા જિલ્લામાં એક યુવકનું અને વડોદરામાં 13 વર્ષના બાળકનું હાર્ટ અટેકથી મોત થયું છે.

દ્વારકા જિલ્લામાં 24 કલાકમાં હાર્ટએટેકથી 3 લોકોના મોત થયા છે. જેમાં રામનગરમાં 72 વર્ષીય વેલજી કણજારિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે મોટા આંબલામાં 31 વર્ષના આતિમ બશિર સંઘાર અને દ્વારકામાં 52 વર્ષના ભિક્ષુક રાજકુમાર સોલંકીને હાર્ટ એટેક ભરખી ગયો છે. રાજ્યમાં યુવાનોના હાર્ટએટેકથી મોતને લઇને ચકચાર મચી ગઈ છે.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં પણ એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં ફરજ દરમિયાન જેલકર્મી સવાઇસિંહ હાલાજી સોઢાને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રાજકોટમાં 44 વર્ષીય બિલ્ડરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. રાજકોટના રૈયા રોડ પર આવેલી અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવાડિયા નામના બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

હાર્ટ એટેકથી મોતનો બનાવ રાજકોટના ધોરાજીમાં પણ બન્યો છે. ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકાર (ઉં.વ 28) ધોરાજીમાં ભાદર 2 ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો. ડેમના પાટિયાનું સમારકામ કામ કરતી વખતે આશુ અચાનક ઢળી પડ્યો હતો. બનાવ બન્યા બાદ આશુને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અમદાવાદમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ (ઉં.વ 28) નામનો યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાર્ટ એટેકથી અકાળે 28 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિવારમાં મોતમ છવાયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments