Team Chabuk-Gujarat Desk: રાજકોટમાંથી વધુ એક સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં સાવકા પિતાએ પોતાની દીકરીની ઈજ્જત લઈ લીધી હોવાનો આરોપ છે. નરાધમે પોતાની માસૂમ ફૂલ જેવી બાળકીની એકલતાનો લાભ લઈ તેને પીંખી નાંખી હોવાનો દાવો છે. શહેરના કોઠારિયા સૉલવન્ટ વિસ્તારમાં પિતાએ પોતાની 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ છે. આ અત્યંત નિંદનીય ઘટનાની જાણ માતાને થતાં તેણે દીકરીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટના કોઠારિયા સૉલવન્ટ વિસ્તારમાં ગઇકાલે બનેલી એક દુષ્કર્મની ઘટનાએ તમામને હચમચાવી નાંખ્યા છે. અહીં એક સાવકા પિતાએ પોતાની 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ, જ્યારે માતા કામ ગઇ હતી તે સમયે પિતાએ એકલતાનો લાભ લઇને પોતાની 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ.
ઘટનાની જાણ બાદમાં માતાને થઇ જતાં તેને આજીડેમ પોલીસ સ્ટેશનમાં દીકરીના પિતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે દુષ્કર્મના આરોપી પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાવકા પિતા વિરૂદ્ધ 11 વર્ષીય દીકરી સાથે શારીરિક અડપલા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાઈ છે. સગીરાની 30 વર્ષીય માતાએ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 376 (A,B), 376(2,F) તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત