Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો સિલસિલો યથાવત છે. હજુ થોડા દિવસ પહેલાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે તપાસ ચાલી રહી છે ત્યાં જ મોરબી જિલ્લામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. મુન્દ્રા, દેવભૂમિ દ્વારકા અને હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ ઘટના અંગે એટીએસના ડીવાયએસપીએ કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

મોરબીથી (morbi) 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા (zinzuda) ગામમાંથી ATS એ કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો (drugs) જથ્થો ઝડપી પાડ્યો છે. ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ઝીંઝુડા ગામમાં બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ ઝડપાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

મોરબીના ઝીંઝુડા ગામમાંથી આશરે 120 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાયું છે. ઝીંઝુડામાંથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત અંદાજે 500 થી 600 કરોડ રૂપિયા થવા પામે છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOGનું સફળ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. મોડી રાતે બે મકાનમાં તપાસ કરતાં આ કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.એટીએસને બાતમી મળી હતી કે જામનગર તથા ખંભાળીયાના જબ્બાર જોડીયા તથા ગુલામ ભગાડ નામના શખ્સે માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા બની રહેલા મકાનમાં સંતાડેલો છે. જેથી ત્યાં તપાસ કરીને જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક અઠવાડિયા પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, ત્યારે હવે મોરબીમાંથી પણ મોટો જથ્થો ઝડપી લેતાં પોલીસને વધુ એક સફળતા મળી છે.
5 દિવસ પહેલા જ્યારે દ્વારકામાં ડ્રગ્સ ઝડપાયું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પર સ્ટ્રાઈક કરવા બદલ પોલીસની કામગીરી વખાણી હતી. અને સાથે જ ડ્રગ્સ માફિયાઓને આકરી ચેતવણી આપતા કહ્યું હતું કે ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો પર પોલીસની નજર છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
