Homeગુર્જર નગરીભાજપ અધ્યક્ષના શિક્ષકો પરના નિવેદનને લઈ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિરાશ, આ...

ભાજપ અધ્યક્ષના શિક્ષકો પરના નિવેદનને લઈ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિરાશ, આ માગણી કરી

Team Chabuk-Gujarat Desk: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા શિક્ષકોને લઈ આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. હવે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સી.આર.પાટીલને નિવેદન ખેંચવા માટે માગ કરી છે. તેમણે ભાજપ અધ્યક્ષના આ શબ્દોને વખોડી કાઢ્યા હતા.

આ અંગે જિલ્લા પ્રાથમિક સંઘનું કહેવું છે કે, આ પ્રકારના નિવેદનથી શિક્ષકોની લાગણીને ઠેંસ પહોંચી છે. જ્યારે પણ આપત્તિ આવી હોય ત્યારે શિક્ષકો અગ્ર ક્રમે રહ્યા છે. કોરોનાકાળમાં બ્લ્ડ ડોનેશનથી લઈને અનાજ વિતરણ સેલ્ટર હોમ સહિતની સેવાઓ શિક્ષકો દ્વારા જ આપવામાં આવી હતી. આમ છતાં આ પ્રકારનું નિવેદન કરવું એ યોગ્ય નથી. તેમણે આ માટે નિવેદન પરત ખેંચાઈ તેવી માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા શિક્ષકોને લઈ નિવેદન આપવામાં આવ્યું હતું કે – ગુરુ તરીકેની ગરિમા શિક્ષકો ગુમાવી રહ્યા છે અને મોંઘવારી, રજા અને પગાર જેવા લાભો વિશે વિચારી રહ્યા છે. કર્મચારી બની રહેલા પ્રાથમિક શિક્ષકોને ગુરુ હોવાનું ભાન કરાવવા પ્રશિક્ષણ આપવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments