Homeગુર્જર નગરીગુજરાતમાં સિંહ વસતી ગણતરીના આંકડા જાહેર, પાંચ વર્ષમાં આટલા સિંહ વધ્યા

ગુજરાતમાં સિંહ વસતી ગણતરીના આંકડા જાહેર, પાંચ વર્ષમાં આટલા સિંહ વધ્યા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં 16માં સિંહ વસતી ગણતરીના આંકડા રાજ્ય સરકારે જાહેર કર્યા છે. રાજ્યમાં 891 સિંહ નોંધાયા છે. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો છે જેમાં 196 નર સિંહ અને 330 માદા સિંહનો સમાવેશ થાય છે, તો બીજી તરફ 140 પાઠડા અને 225 બાળ સિંહો નોંધાયા છે.

ગુજરાતમાં સિંહ વસતી ગણતરી પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા આંકડા જાહેર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વર્ષ 1963માં પ્રથમવાર સિંહની વસતી ગણતરી થઈ હતી અને રાજ્યના 11 જિલ્લામાં સિંહ વસતી ગણતરી કરાઈ હતી. વડાપ્રધાને પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં આ સિંહની ગણતરી હાથ ધરવામાં હતી. 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી થઈ હતી. વર્ષ 2020ની ગણતરી વખતે 674 સિંહ નોંધાયા હતા. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લામાં સિંહની ગણતરી હાથ ધરાઈ હતી.

Lion

રાજ્યના 11 જિલ્લાઓમાં તા.10 થી 13 મે-2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રિજનલ અધિકારી ઝોનલ અધિકારી, ગણતરીકારો ઓબ્ઝર્વર સહિત 511 સ્વંય સેવકો સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો.

સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 16મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર 3-10 ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી હતી. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી હતી. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments