Homeગુર્જર નગરીરાજકોટ: ‘તું 18ની થઈશ ત્યારે તારી સાથે લગ્ન કરી લઈશ.’ કહી ઢગાએ...

રાજકોટ: ‘તું 18ની થઈશ ત્યારે તારી સાથે લગ્ન કરી લઈશ.’ કહી ઢગાએ 16 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચર્યું

Team Chabuk-Gujarat Desk: રંગીલા રાજકોટને કલંકિત કરતો દુષ્કર્મનો વધુ એક બનાવ બન્યો છે. અહીં 16 વર્ષની સગીરાને મફતમાં ડેરી મિલ્ક ચોકલેટની લાલચ આપી તેની સાથે ઢગાએ પાક્કી મિત્રતા કેળવી લીધી હતી. અને વેપારીના મકાનમાં જ ભાડે રહેતી સગીરાના મામીના ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની જાણ તરુણીની માતાને થતાં તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

advertisement-1

રાજકોટના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણી ઉપર બે સંતાનોના બાપ એવા ઢગા પારસની નજર બગડી હતી. આ સમગ્ર ઘટના અંગે તેની માતાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, પારસ ફરસાણની દુકાન ધરાવે છે. પુત્રી જ્યારે પારસની દુકાને જતી ત્યારે પારસ તેને ડેરી મિલ્ક આપતો હતો. ધીમે ધીમે તેણે તરુણી પાસેથી તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. તેણે કિશોરીને કપડાં લઈ દેવાની લાલચ આપી હતી. ઉપરથી 18 વર્ષની થઈશ ત્યારે તારી સાથે લગ્ન કરી લઈશ એમ જણાવી તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. સમય આવતા પારસે કિશોરીની મામી જે તેના ઘરમાં જ ભાડે રહેતી હતી ત્યાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

advertisement-1

કિશોરીએ તેની ઉપર દુષ્કર્મ થયો છે તેની વિગત પરિવારજનોથી છુપી રાખી હતી, પરંતુ સમય વિતતા તેણે સત્ય હકીકત સામે લાવતા પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું. આખરે ઢગા પારસની વિરૂદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments