Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લામાંથી બાઈકની ચોરી કરનારા 3 ઝડપાયા, 7.60 લાખની કિંમતની...

સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લામાંથી બાઈકની ચોરી કરનારા 3 ઝડપાયા, 7.60 લાખની કિંમતની 40 બાઈક જપ્ત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લામાંથી બાઇકની ચોરી કરનારા ચોટીલાના બે શખ્સો અને તેને મદદ કરનારા એક શખ્સને સુરેન્દ્રનગર LCBએ ઝડપી લીધા છે અને તેમની પાસેથી 40 બાઈક પણ જપ્ત કર્યા છે જેની કિંમત આશરે 7 લાખ 60 હજાર રૂપિયા જેટલી થાય છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ચોટીલાના સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુ કાપડિયા અને રાજુ મોહન ગીલાણીને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતાં. આ બન્ને શખ્સોની વધુ પૂછપરછ કરતાં આ બન્નેએ કુલ 40 બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

આરોપીએ ચોરી કરેલા બાઇક સાયલા તાલુકાના ધારાડુંગરી ગામના રામસિંગ જકશીભાઇ બોહકીયાને વેચાણ કરવા માટે આપ્યા છે અને તમામ બાઈક તેની વાડીમાં છુપાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે આરોપીની વાડીએ પહોંચી હતી અને વાડીમાંથી કુલ ૪૦ બાઇક જપ્ત કર્યા હતા. સાથે આરોપી રામસિંગને પણ ઝડપી લીધો હતો.

bike theft

આરોપી સિરાજ અને રાજુની બાઇકચોરી કરવાની મોડસ ઓપરેન્ડી હતી કે જે જગ્યાએથી બાઇકચોરી કરવાની હોય તે જગ્યાની તેઆએ પહેલા રેકી કરી આવતા હતા અને બીજા દિવસે ચોટીલાથી એસટી અથવા તો ખાનગી બસમાં જઇ નક્કી કરેલી જગ્યાએથી માસ્ટર કી વડે બાઇક ચાલુ કરી ફરાર થઈ જતા. ત્યારબાદ આ ચોરી કરેલી બાઈકને ધારાડુંગરી ગામે આવેલી વાડીમાં મુકી આવતા હતા.

બાઈકની ચોરી કરવા માટે પણ તેઓ ખાસ જગ્યા નક્કી કરતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપ  બાઇકની ચોરી કરવા માટે મોટા ભાગે હોસ્પિટલ , બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન કે પેટ્રોલપંપ જેવા પાર્કિંગના સ્થળો જ પસંદ કરતા હતાં.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ચોરીના બાઇક ધારાડુંગરી ગામનો રામસિંગ વેચતો હતો. તે ગ્રાહકોને ફસાવવા માટે બાઇક ફાઇનાન્સનાં હપ્તા ન ભરેલા હોય ખેંચેલા હોવાનું કહેતો અને અડધા પૈસા અત્યારે આપો અડધા આરસી બુક આપુ પછી આપજો તેમ કહી ગ્રાહકોને ફસાવતો. જો બાઈક વેચાય તો એક બાઈક દીઠ 2 હજારથી અઢી હજાર કમિશન લેતો હતો.ઉલ્લેખનીય છે કે, આરોપીએ ગ્રાહકોને RC બુક ન આપી શકતા મોટા ભાગના બાઇક વેચાયા ન હતા.

advertisement-1

પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો ગુનાહીત ઇતિહાસ પણ ધરાવે છે. સિરાજ અગાઉ નકલીનોટ તેમજ વાહનચોરી તેમજ રાજુ અને રામસિંગ અગાઉ બાઇકચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા છે.સૂત્રોનું માનીએ તો સિરાજ 10થી 12 વર્ષ પહેલા વિદેશમાં નોકરી કરતો હતો અને લગ્ન કરવા માટે ગુજરાતમાં આવ્યો હતો. ત્યારબાદ વાહનચોરીના રવાડે ચડી ગયો હતો.  હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની વધુ તપાસમાં અન્ય ગુનાઓનો ફેદ પણ ઉકેલાઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments