Homeગુર્જર નગરીલુણાવાડાના ચોરી ગામ પાસેની સુજલામ સુફલામ કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી

લુણાવાડાના ચોરી ગામ પાસેની સુજલામ સુફલામ કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી

Team Chabuk-Gujarat Desk: લુણાવાડાના ચોરી ગામે કડાણા સુજલામ સુફલામ કેનાલમાંથી બે લાશ તણાતી મળી આવી છે. ચોરી ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં યુવક તેમજ યુવતીની લાશ મળી આવી છે. સુજલામ સુફલામ કેનાલની અંદર લાશ હોવાની વાતની જાણ થતા લોકોના ટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. કેનાલમાં લાશ હોવાની બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે. બે લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

લુણાવાડા તાલુકાના ચોરી ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી એક યુવક-યુવતીની લાશ મળી આવી છે. કેનાલમાં તરતી લાશ જોઈ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ચોરી ગામે સુજલામ સુફલામ કેનાલમાં બે લાશ છે તેવી જાણ કોઠંબા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને લાશોને બહાર કાઢવામાં આવી છે. કોઠંબા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગત પ્રમાણે, એક યુવક અને એક યુવતીની આ લાશ છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ યુવક વીરપુરનો રહેવાસી છે અને યુવતી વિરણીયાની રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. સમગ્ર બનાવમાં પોલીસે બંને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments