Team Chabuk-Sports Desk: આઈપીએલની 16મી સીઝન માટે KKRએ નવા કેપ્ટનની જાહેરાત કરી છે. સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે. શ્રેયસ અય્યરના સ્થાને નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈજાના કારણે અય્યર IPLની 16મી સિઝનનો ભાગ બની શકશે નહીં. નીતિશ રાણા 2018 થી KKR સાથે જોડાયેલા છે. જો કે અગાઉ KKRના નવા કેપ્ટન તરીકે શાર્દુલ ઠાકુર, નરેન અને રસેલના નામ પણ સામે આવી રહ્યા હતા. પરંતુ ફ્રેન્ચાઇઝીએ ભારતીય બેટ્સમેનમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. આ પહેલીવાર હશે જ્યારે રાણા IPLમાં કોઈ ટીમની આગેવાની કરતો જોવા મળશે.
આઈપીએલમાં રાણાનો બેટ્સમેન તરીકેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. નીતિશ રાણાએ 2016માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. પોતાની બીજી સિઝનમાં જ રાણાએ 300થી વધુ રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે, 2018ની મેગા ઓક્શન પહેલા KKRએ નીતિશ રાણાને સાઈન કર્યા હતા. ત્યારથી, રાણાએ ફ્રેન્ચાઇઝી માટે પાંચ સીઝન રમી છે.
રાણાના અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો તેણે 91 મેચમાં 28ની એવરેજથી 2181 રન બનાવ્યા છે. રાણાએ આઈપીએલમાં 15 અડધી સદી પણ ફટકારી છે. જોકે, ટોપ ઓર્ડરમાં રમવા છતાં નીતિશે હજુ સુધી આઈપીએલમાં સદી ફટકારી નથી. વર્ષ 2021માં, નીતિશ રાણાને શ્રીલંકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 ડેબ્યૂ કરવાની તક પણ મળી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
