Homeગુર્જર નગરીપ્રેમ પ્રકરણમાં બે મિત્રોએ 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 3 લોકો ઈજાગ્રસ્ત, જાણો...

પ્રેમ પ્રકરણમાં બે મિત્રોએ 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 3 લોકો ઈજાગ્રસ્ત, જાણો ક્યાંથી લાવ્યા હતા હથિયાર….

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફાયરિંગ કરવાની ઘટના સાવ સામાન્ય બની ગઈ છે. પાટણના હારીજ તાલુકાનું દુનાવાડા ગામમાં શુક્રવારે બપોરે બે મિત્રોએ સાથે મળીને 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને મિત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પ્રેમ પ્રકરણમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું કે, 3 મહિના પહેલાં જ આ હથિયાર તેઓ બિહારથી લાવ્યા હતા.

દુનાવાડા ગામમાં જ રહેતા હિમાંશુ પરમાર અને શૈલેષ પરમારને થોડા દિવસ પહેલાં સોનજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી. બંને મિત્રએ સોનજીભાઈના ઘરે જઈ ફાયરિંગ કરતા સોનજીભાઈ અને વિજયભાઈ ઘાયલ થયા હતા. બાદમાં બંને મિત્રોએ ગામના રસ્તા પર શિવાભાઈ પર ફાયરિંગ કરતાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. હિમાંશુ નામના આરોપીને શિવાભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હતા. પરંતુ શિવાભાઈ તેનો વિરોધ કરતા હોવાથી તેમના પર ફાયરિંગ કર્યું. આ તરફ પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો છે. હિમાંશુ અને શૈલેષ સહિત તેને હથિયાર લાવી આપનાર હિતેશ પરમારને પણ પોલીસે ઝડપી લીધો હતો. આરોપીઓ પાસેથી 2 તમંચા, 2 પિસ્તોલ અને 43 જીવતા કાર્ટિજ મળી આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments