Homeગુર્જર નગરીવડોદરાઃ 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર 20 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ, ગર્ભ...

વડોદરાઃ 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર 20 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતા થઈ જાણ

Team Chabuk-Gujarat Desk: વડોદરામાં 10માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને 20 વર્ષીય યુવકે ગર્ભવતી બનાવી દીધી. આ અંગે જાણ થતા જ વિદ્યાર્થિનીના પરિવાર પર આભ ફાટ્યું હતું. આ અંગે ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા આરોપીને ઝડપી લીધો હતો.

થોડા દિવસથી વિદ્યાર્થિનીને પેટમાં દુ:ખતુ હતું. દીકરી ઉલ્ટી કરતી હોવાથી પરિવાર તેને તબીબ પાસે લઈ ગયો હતો. ડોક્ટરે ઉલ્ટીની ગોળી આપી હતી. જો કે, ત્યારબાદ પણ વિદ્યાર્થિનીને ઉલ્ટી બંધ નહતી થઈ. ઉપરાંત પેટમાં દુઃખાવો પણ ઓછો ન હતો થયો.

11 જુલાઈએ વિદ્યાર્થિનીને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટેસ્ટ કરતા વિદ્યાર્થિની ગર્ભવતી હોવાની જાણ થતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીની પૂછપરછ કરતા તેણે પ્રથમ ઓડ નામના યુવકનું નામ આપ્યું હતું.

Vadodara Rape Case

વિદ્યાર્થિનીએ તેની માતાને કહ્યું હતું કે, 3 મહિના પહેલા મારો પ્રથમ દેવજીભાઈ ઓડ (રહે. રંગ અવધુત વુડા હાઉસીંગ, હરીનગર,ગોત્રી, વડોદરા) સાથે મોબાઇલ પર સંપર્ક થયો હતો. તેને મને ફોસલાવી પટાવીને અને બે વખત અલગ-અલગ જગ્યાએ મળવા માટે લઈ ગયેલો હતો. બે મહિના પહેલા તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments