Homeગુર્જર નગરીસુરતઃ માત્ર સ્પોર્ટ્સ બાઈક્સ જ ઉઠાવતા, શા માટે આવું કરતા આરોપીએ કહી...

સુરતઃ માત્ર સ્પોર્ટ્સ બાઈક્સ જ ઉઠાવતા, શા માટે આવું કરતા આરોપીએ કહી ચોંકાવનારી વાત

Team Chabuk-Gujarat Desk: સુરત પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. ચારેય યુવકો મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈકની ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

ઝડપાયેલા ચારેય યુવાનો રાજસ્થાનના વતની છે. રાજસ્થાનના ચાર યુવકો પોતાના મોજશોખ માટે બાઈકની ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં આ બાઈક લઇ વતન જઈ લોકો સામે વટ પાડતા હતા અને ત્યારબાદ ફરી આ બાઈક સુરત લઈ આવી તેને મૂકી દેતા હતા.

પોલીસને બાતમી મળી હતી કે આ ઇસમો ગોકુલ નગર પાસે એકત્ર થવાના છે. આ બાદમીના આધારે પોલીસે અનિલ ઉર્ફે અન્ય ધનેશ્વર ઉર્ફે ધનજી નીનામા, અનિલ રૂપે ભૈયા નરપત નીનામા, કલ્પેશ બહાદુર નીનામાને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોર ઝડપી પાડ્યો હતો. પકડાયેલા ઇસમોની પૂછપરછ કરતા આ ઇસમો બાઈકની ચોરી કર્યા બાદ તેઓને સુરતના અલગ-અલગ વિસ્તારમાં સંતાળતા હોવાની કબુલાત કરી હતી.

જોકે પોલીસને ચાર જેટલા આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ જેટલી મોંઘી સ્પોર્ટ બાઇ કબજે કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ દ્વારા મોંઘી સ્પોર્ટ બાઇકોની ચોરી કર્યા બાદ તેને સુરતમાં ફેરવવામાં આવતી હતી અને પોતાના વતન રાજસ્થાન સુધી આ બાઈક લઇ તેવો જતા હતા અને વતનમાં લોકો સામે વટ પાડતા હતા.

stealing sports bikes in Surat

આ ગેંગનો એક આરોપી થોડા દિવસ પહેલા બાઇક લઈને નીકળતા બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેને લઈને પોલીસને જાણકારી મળી હતી કે, આ ઇસમો પાસે ચોરીના બાઈક છે. આ બાદમીના આધારે સુરતની ખટોદરા પોલીસે આ યુવકોની તપાસ શરૂ કરી હતી ત્યારે મૂળ રાજસ્થાનના વતની અને સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર પાસે આ ઈસમો રહેતા હોવાનું જાણવા મળ્યુ હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments