Homeગુર્જર નગરીતાપીઃ સાપે દંશ માર્યો તો પરિવાર ભૂવા પાસે લઈ ગયો ! 22...

તાપીઃ સાપે દંશ માર્યો તો પરિવાર ભૂવા પાસે લઈ ગયો ! 22 વર્ષની યુવતીનું તડપી તડપીને આખરે મોત

Team Chabuk-Gujarat Desk: તાપીના વ્યારાના ઊંચામાળા ગામે સર્પદંશના કારણે 22 વર્ષીય યુવતીનું મોત થયું છે. દાવો છે કે, યુવતીના પરિવારજનોની બેદરકારીના કારણે જ યુવતીનો જીવ ગયો છે. સાપ કરડ્યા બાદ પરિવારજનો યુવતીને હોસ્પિટલે લઈ જવાની જગ્યાએ ભૂવા પાસે લઈ ગાય હોવાની ચર્ચા છે.

મોબાઈલમાં વ્યસ્ત યુવતીને સાપે અચાનક દંશ દીધો હતો. જે બાદ હોસ્પિટલની જગ્યાએ યુવતીનો દેશી ઉપચાર કરાયો હતો. તબિયત વધુ લથડતા યુવતીને હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. જો સમયસર યુવતીને સારવાર મળી ગઈ હોત તો આજે યુવતી પરિવારજનોની વચ્ચે હોત.

મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામમાં ગત મોડી સાંજે 22 વર્ષીય દિવ્યાએ મોબાઈલ ચાર્જમાં લગાડી મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યારે કબાટ નીચેથી સાપ નીકળ્યો હતો અને દિવ્યાને કરડી ગયો હતો.

snake bite

ગામડાની પરંપરા મુજબ પરિવારજનોએ બાજુના લીમડદા ગામમાં સર્પદંશની દેશી ઉપચાર કરાવવા લઈ ગયા હતા. જેમાં દિવ્યાની હાલત વધુ કથળતા તેણીને વ્યારાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન યુવતીએ છેલ્લા શ્વાસ લીધા હતા. આ તરફ દિવ્યાને દંશ દેનારા સાપનું રેસ્ક્યૂ કરાયું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments