Homeદે ઘુમા કેENG vs AUS: રન આઉટ પર વિવાદ, જુઓ વીડિયો અને કોમેન્ટમાં કહો...

ENG vs AUS: રન આઉટ પર વિવાદ, જુઓ વીડિયો અને કોમેન્ટમાં કહો આઉટ કે નોટ આઉટ

Team Chabuk-Sports Desk: એશિઝની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયન બેટર સ્ટીવ સ્મિથના રનઆઉટ અંગે વિવાદ સર્જાયો છે. ટેસ્ટ મેચાન બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 78મી ઓવર દરમિયાન બીજો રન દોડતી વખતે આ ઘટના બની હતી. ફિલ્ડર્સને એવું લાગી રહ્યું હતું કે સ્મીથ આઉટ જ છે. સ્મીથ પણ રિપ્લાય જોઈને પેવેલિયનમાં પરત ફરી રહ્યો હતો. પરંતુ જ્યારે થર્ડ અમ્પાયરનું અંતિમ ડિસિઝન આવ્યું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા.

ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 78મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. સ્મિથની સાથે કેપ્ટન પેટ કમિન્સ પણ ક્રીઝ પર હતો. ઓવરના ત્રીજા બોલ પર સ્મિથે મિડવિકેટ તરફ શોટ રમ્યો અને 2 રન લેવા દોડ્યો. આ દરમિયાન સબસ્ટીટ્યૂટ ફિલ્ડર જ્યોર્જ એલ્હામે થ્રો કર્યો હતો અને વિકેટકિપરે સ્ટંપ ઉખેડી નાખ્યા હતા. જો કે, અમ્પાયરે રિવ્યૂના આધારે સ્મીથને નોટ આઉટ આપ્યો હતો.

ENG vs AUS Controversy over run outs

થર્ડ અમ્પાયર નીતિન મેનને રિપ્લે જોતા તેમને લાગ્યું હતું કે, જ્યારે સ્મિથનું બેટ ક્રિઝ અંદર આવ્યું ત્યારે સ્ટંપ પરથી બેલ્સ પડી ન હતી. નીતિન મેનને વિવિધ ફ્રેમ જોયા બાદ બેટરને નોટઆઉટ જાહેર કર્યો હતો. રિપ્લે દરમિયાન ત્રીજા અમ્પાયર નીતિન મેનને કહ્યું, “બોલ સ્ટમ્પ પર અથડાતા પહેલા બેટ ક્રિઝની અંદર આવી ગયું હતું.”

શું છે રનઆઉટનો નિયમ ?
લો 29.1 મુજબ, બેટર્સ રન આઉટ કરવા માટે, જ્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાય છે, ત્યારે વિકેટ પર મૂકેલી બેલ પડી જવી જોઈએ અથવા સ્ટમ્પમાંથી કોઈ એક જમીન પરથી સંપૂર્ણપણે ઉખડી જવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments