Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં 8.7 ઈંચ નોંધાયો છે. જ્યારે વ્યારામાં 8.2 ઈંચ, ડોલવણમાં 7 ઈંચ, બારડોલીમાં 7 ઈંચ, સોનગઢમાં 6 ઈંચ, સુરતના માંડવીમાં 5.2 ઈંચ, મહુવામાં 5.2 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા અન્ય જિલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં નિકોલમાં 4 એમએમ, રામોલમાં 25 એમએમ, હાટકેશ્વર/ખોખરામાં 3 એમએમ, પાલડીમાં 47 એમએમ, ઉસ્માનપુરામાં 11 એમએમ, ચાંદખેડામાં 8 એમએમ, મેમકોમાં 12 એમએમ, નરોડામાં 1 એમએમ, કોતરપુરમાં 2.50 એમએમ, મણિનગરમાં 18 એમએમ, વટવામાં 25 એમએમ વરસાદ નોંધાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
