Homeગુર્જર નગરીમારે ટોડલે બેઠી સિંહણ ! ‘લોગો કી છત પર પંછી આતે...

મારે ટોડલે બેઠી સિંહણ ! ‘લોગો કી છત પર પંછી આતે હૈ ઔર હમારી છત પર શેર !’, જુઓ વીડિયો

Team Chabuk-Gujarat Desk: એક જાણીતુ લોકગીત છે. મારે ટોડલે બેઠો મોર કાં બોલે ? ગીર પંથકમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે આ લોકગીતથી થોડા મળતા આવે છે. થોડા એટલા માટે કારણ કે અહી ટોડલો એટલે કે ઘરની છત તો છે પરંતુ તેના પર મોર નહીં સિંહણ બોલી અર્થાત ગર્જના કરી રહી છે. બીજી તરફ આ વીડિયોમાં મોરનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે પરંતુ તે ટોડલા પર નથી.

ગીર સોમનાથના વેરાવળમાં સિંહોના આટાફેરા વધ્યા છે. અહીના દેવલપુર ગીર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ એક મકાનની છત પર ચડી ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, સાંજ ઢળી ચુકી છે. મેઘરાજાએ જાણે થોડી જ વાર પહેલાં વિરામ લીધો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વરસીને છૂટા પડી રહ્યા છે અને આકાશ ખુલ્લુ કરી રહ્યા છે. ઘરની છત પર એક પૂંછડી મરડતી, આમ તેમ ટહેલતી જાણે કે કોઈને બોલાવી રહી હોય તેમ ગર્જના કરી રહી છે. એની ગર્જના એટલી પ્રચંડ છે કે આસપાસના ગામના લોકો પણ તેને સ્પષ્ટ સાંભળી રહ્યા હશે.

એક તરફ સિંહણ ઘરની છત પર ચઢીને ગર્જના કરી રહી છે તો બીજી તરફ મોર ટહૂકા કરી રહ્યા છે. મોરની સાથે અન્ય ચકલાંઓના અવાજ પણ આવી રહ્યા છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રકૃતિ અને સિંહપ્રેમી આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. વાયરલ વીડિયો સાથે લોકો લખી રહ્યા છે કે, ‘લોગો કી છત પર પંછી આતે હૈ ઔર હમારી છત પર શેર !’, આ ગીર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments