Homeગુર્જર નગરીગુજરાતનું ગૌરવઃ રાજ્યના 25 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે, જુઓ લિસ્ટ

ગુજરાતનું ગૌરવઃ રાજ્યના 25 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે, જુઓ લિસ્ટ

Team Chabuk-Gujarat Desk: આવતીકાલે દેશભરમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી થશે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે દર વર્ષે દેશભરમાંથી ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓને રાષ્ટ્રપતિ દ્વારા વીરતા અને સવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે દેશના કુલ 1037 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાતના 25 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતનાં 25 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) દ્વારા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય કામગીરી કરનારા સુરક્ષાકર્મીઓને વીરતા અને સેવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવશે.

president medal

પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પદક મેળવનારા ગુજરાતના પોલીસકર્મીઓની યાદી

અશોકકુમાર મુનિયા, કમાન્ડન્ટ
રાજેન્દ્રસિંહ ચુડાસમા, કમાન્ડન્ટ
સજનસિંહ પરમાર, SP
બિપીન ઠાકેર, DySP
દિનેશ ચૌધરી, DySP
નીરવસિંહ ગોહિલ, ACP
કૃષ્ણકુમારસિંહ ગોહિલ, DySP
જુગલકુમાર પુરોહિત, DySP
કરણસિંહ પંથ, સબ ઈન્સ્પેક્ટર
હરસુખલાલ રાઠોડ, ASI
અશ્વિનકુમાર શ્રીમાલી, સબ ઈન્સ્પેક્ટર
વિજયકુમાર પટેલ, ASI
બશીર મુદ્રક, ASI
ઈશ્વરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર
રમેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ
કિશોરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર
પ્રકાશભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર
મહિપાલ પટેલ, હેડ કોન્સ્ટેબલ
ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સબ ઈન્સ્પેક્ટર

હોમગાર્ડ એન્ડ સિવિલ ડિફેન્સમાં પ્રશંસનીય સેવા માટે મળશે રાષ્ટ્રપતિ પદક

સંજયભાઈ વસાવા, સિનિયર પ્લાટૂન કમાન્ડર
પસાભાઈ ઝાલા, હવલદાર ક્લાર્ક
બ્રિજેશ શાહ, ડેપ્યૂટી ચીફ વોર્ડન
મેહુલ સોરઠિયા, ડેપ્યૂટી ચીફ વોર્ડન

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments