Homeગુર્જર નગરીપાટણઃ ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી, એક જ ગામનાં ત્રણ મિત્રોનાં મોતથી...

પાટણઃ ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી, એક જ ગામનાં ત્રણ મિત્રોનાં મોતથી પરિવારજનો શોકમાં

Team Chabuk-Gujarat Desk: પાટણ-શિહોરી હાઈવે પર ડમ્પર ચાલકે બાઈક પર જઈ રહેલ ત્રણ મિત્રોને ટક્કર મારતા મોત નિપજ્યું છે. સરસ્વતી તાલુકાનાં અઘાર ગામના ત્રણ મિત્રો અદુજી સોલંકી, જગતસંગ સોલંકી, અર્જુનસિંહ સોલંકીના મોત નિપજતા ગામમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

doctor plus

ત્રણેય મિત્રો મોડી રાત્રે પાટણથી ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ડમ્પર ચાલકે પુર ઝડપે ડમ્પર ચલાવી ભુતિયાવાસણા ગામ નજીક બાઈકને પાછળથી ટક્કર મારતા ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. ત્રણમાંથી બે મિત્રોને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ 108 ને કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલ એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડે તે પહેલા જ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. એક જ ગામનાં ત્રણ મિત્રોનાં મોત નિપજતા ગામ તેમજ મૃતકનાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments