Team Chabuk-Gujarat Desk: બોટાદનાં પાળીયાદ ગામે હચમચાવતી ઘટના બની છે. વૃદ્ધા સાથે રહેણાંક મકાનમાં જ દુષ્કર્મ બાદ ગળે ફાંસો આપી હત્યા કરાયાની ફરિયાદ નોંધાઈ છે. વૃદ્ધા ઘરમાં એકલા હતા તે દરમિયાન શખ્શ દ્વારા મકાનમાં જ દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગઈકાલે બપોરે 81 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

બોટાદ DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, ગઈકાલે જે વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધાનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડતા વૃદ્ધાનું ગળું દબાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. ત્યારે આઈપીસી કલમ 302, 376 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાલમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
