Homeગુર્જર નગરી2 લાખથી ચાલુ કરી 20 હજારમાં સેટીંગ, અમદાવાદ તોડકાંડમાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ

2 લાખથી ચાલુ કરી 20 હજારમાં સેટીંગ, અમદાવાદ તોડકાંડમાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ફાઈનલ મેચ જોવા આવેલા દિલ્હીના યુવક સાથે તોડકાંડને લઈ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો માહોલ બન્યો છે. નાના ચીલોડા ટ્રાફિક પોઈન્ટ પાસે તોડ થયાનો આક્ષેપ થયો હતો. ત્યારે કારમાં દારૂની બોટલ હોવાથી પોલીસકર્મીઓએ તોડ કર્યો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા 2 લાખની માંગણી કરાઈ હતી. જે બાદ 20 હજાર ઓનલાઈન પડાવી તોડ કર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ અને TRB જવાને કાર્યવાહી નહી કરી રૂપિયા પડાવવાનો પ્લાન હતો. પોલીસે આ કેસમાં 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દિધા છે.

ટ્રાફિક DCP સફિન હસનનાં ધ્યાને આ ઘટનાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીકર્મીઓનો તોડકાંડ બહાર આવતા રૂપિયા પરત કર્યા હતા. આ કેસની સમગ્ર તપાસ કે ડિવીઝન એસીપીને સોંપાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ તમામ પોલીસકર્મીઓનાં નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

અમદાવાદ પોલીસ વિભાગના ધ્યાને આવતાની સાથે જ એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં 3 ટ્રાફીક પોલીસ કર્મી અને 7 ટીઆરબી જવાનની તોડકાંડમાં ભૂમિકા સામે આવતા તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

3 policemen suspended in Ahmedabad

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments