Homeદે ઘુમા કેફરી ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, કાંગારુઓને હરાવવા આતુર છે ભારતીય ટીમ

ફરી ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, કાંગારુઓને હરાવવા આતુર છે ભારતીય ટીમ

Team Chabuk-Sports Desk: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 શ્રેણી રમાશે. સિરીઝની છેલ્લી મેચ 03 ડિસેમ્બર, રવિવારે રમાશે. આવતીકાલથી ફરી ક્રિકેટ રસિકોમાં ક્રિકેટ ફિવર જોવા મળશે.

આ સિરીઝમાં ટીમમાં વિશ્વકપમાં રમેલા મોટા ભાગના ખેલાડીઓને આરામ અપાયો છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતની યુવા ખેલાડીઓની ટીમ ટકરાશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, તિલક વર્માને ટીમમાં તક આપવામાં આવી છે. ઈશાન કિશન અને જીતેશ શર્માને વિકેટ કિપર તરીકે સ્થાન અપાયું છે. જ્યારે મુકેશ કુમાર, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ જેવા બોલરોને બોલિંગ ક્સ્વોડમાં સામેલ કરાયા છે.

તમે તેને લાઈવ ક્યાં જોઈ શકશો ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પાંચ મેચની T20 શ્રેણીનું ભારતમાં ટીવી પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ પર કરવામાં આવશે.

મેચનું ટાઈમ ટેબલ
પ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર, રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
ચોથી મેચ- 01 ડિસેમ્બર, શુક્રવાર વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર
પાંચમી મેચ- 03 ડિસેમ્બર, રવિવાર રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ.

ઓસ્ટ્રેલિયન ટીમ

મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.

ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ ( કેપ્ટન ), ઋતુરાજ ગાયકવાડ ( વાઈસ કેપ્ટન ), તિલક વર્મા, ઈશાન કિશન (wk), જીતેશ શર્મા (wk ) રવિ બિશ્નોઈ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, મુકેશ કુમાર

IND vs AUS T20

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments