Homeગુર્જર નગરીસુશાંતના નિધનના 3 વર્ષ પૂર્ણ, સુશાંતની બહેન અને ફેન્સ થયા ભાવુક

સુશાંતના નિધનના 3 વર્ષ પૂર્ણ, સુશાંતની બહેન અને ફેન્સ થયા ભાવુક

Team Chabuk-Entertainment Desk: સુશાંતસિંહ રાજપુતના નિધનને 3 વર્ષ પૂરા થયા. આજે સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પર સુશાંત સિંહના ફોટા અપલોડ કરી લોકોએ સુશાંતને યાદ કર્યો. 14 જૂન 2020. આ એ જ દિવસ હતો જ્યારે સુશાંસના મોતના સમાચાર આવ્યા. કોઇને વિશ્વાસ નહતો થતો કે સુશાંતનું અચાનક નિધન થઈ શકે. સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં રહસ્યમય પરિસ્થિતિમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

કહેવાઈ રહ્યું છે કે, સુશાંતે આત્મહત્યા કર્યુ છે. પરંતુ સુશાંતના પરિવાર અને ફેન્સનો દાવો છે કે તેણે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે. સુશાંતનો પરિવાર અને ફેન્સ આજે પણ એક્ટરને ન્યાય મળે તે માટે રાહ જોઇ રહ્યાં છે. કોઇપણ વ્યક્તિ તે માનવા તૈયાર નથી કે સુશાંત આત્મહ્યા જેવું પગલું ભરી શકે

સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહે ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સાથે તેના મેસેજ અને નોટ્સ શેયર કરી છે. આ સાથે તેને કેપ્શનમાં લખ્યું કે, “લવ યૂ ભાઇ, તમારી બુદ્ધિમતાને સલામ. મને દરેક ક્ષણ તમારી યાદ આવે છે. પરંતુ મને ખબર છે કે હવે તું મારો હિસ્સો છે. તું મારી શ્વાસની જેમ જરૂરી બની ગયો છે. તેના દ્વારા અપાયેલા અમુક નુક્કડોને શેર કરી રહી છું. આવો આપણે તેના બનીને રહીએ.

નેહા કુમારી નામની એક યૂઝરે પણ સુશાંતની એક તસવીર શેર કરીને લખ્યું, સુપ્રભાત પ્રિય મિત્રો. આપણા બધા માટે આ દિવસ કાળો છે. કૃપા કરીને સૌના પ્રિય એવા સુશાંત સિંહ રાજપૂત માટે ટ્વીટ કે રિટ્વીટ કરતા રહીએ. સુશાંત સાથે અન્યાયના ત્રણ વર્ષ.

જ્યારે પિયાલી નામની એક યૂઝરે લખ્યું, સુશાંત સાથે અન્યાયના ત્રણ વર્ષ. લોકતંત્ર માટે કાળો દિવસ. જ્યાં આ ત્રણ વર્ષ દરમિયાન અધિકારીઓ, એજન્સીઓ દ્વારા લોકોના અવાજને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે,શર્મનાક. અમે ક્યારેય ભૂલીશું નહીં, ક્યારેય માફ નહીં કરીએ. સુશાંતને ન્યાય અપાવવા માટે વધુ જોરથી દહાડીશું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments