Team Chabuk-Gujarat Desk: બિપરજોય (Biparjoy) વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ નજીક ટકરાશે. બિપરજોય વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાના લેન્ડફોલમાં વિલંબ થઈ શકે છે. બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ મોડી સાંજે અથવા રાત્રે થાય તેવી શક્યતા છે. વાવાઝોડાનું લેન્ડફોલ રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે થઈ શકે છે. લેન્ડફોલ સમયે 115થી 130 કિ.મીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટરના જાણાવ્યા અનુસાર, બિપરજૉય વાવાઝોડુ અત્યારે દરિયામાં છે, અને દ્વારકાથી 210 km દૂર છે. આજે સાંજના સમયે જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે, આજે વાવાઝોડાને લઇને 125ની સ્પીડથી ભારે પવન ફૂંકાશે, અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ત્રીજા દિવસે ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

વાવાઝોડાને લઈ પોરબંદરના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર નજીક 40 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. મહત્વનું છે કે, હાલ પોરબંદરમાં અંદાજે 60 કી મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ તરફ ભારે પવનના કારણે દરિયા કિનારે ઉભું રહેવું મુશ્કેલ બન્યું છે. વાવાઝોડાને લઇ વહીવટી તંત્ર એક્શન મોડમાં છે.
વધુ બે દિવસ કચ્છમાં શાળાઓ રહેશે બંધ
કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે.
કચ્છમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત