Team Chabuk- Gujarat Desk: પહેલાં આ નામ વાંચો
મૃતક- મિસ્ટી ( 30 દિવસ )
આરોપી નં 1- પટેલ રીના, મિસ્ટીની માતા
આરોપી નં 2- પટેલ હાર્દિક, મિસ્ટીના પિતા
આરોપી નં 3- પટેલ નીતા, મિસ્ટીના દાદી
આરોપી નં 4- પટેલ ઉપેન્દ્ર, મિસ્ટીના દાદા
આ ચાર વ્યક્તિ પર આરોપ છે માત્ર 30 દિવસની બાળકીની હત્યાનો. આરોપ છે કે, આરોપીએ ગળુ દબાવી બાળકીની એટલા માટે હત્યા કરી નાખી કેમ કે તેમને દીકરી ન હતી જોઈતી. પટેલ રીના અને પટેલ હાર્દિક બાળકીના માતા-પિતા છે અને પટેલ નીતા તેમજ પટેલ ઉપેન્દ્ર બાળકીના દાદી-દાદા છે. કોઈ વિચારી પણ ન શકે એવું આ લોકોએ કૃત્ય કર્યું છે.
બાળકીનું મૃત્યુ એક વર્ષ પહેલાં થયું
મિસ્ટીનું મોત અત્યારે નથી થયું. મિસ્ટી તો એક વર્ષ પહેલાં જ ભગવાન પાસે જતી રહી છે. જતી નહીં ભગવાન પાસે નિર્દય મતા-પિતાએ મોકલી દીધી છે. એક વર્ષ પહેલાની આ ઘટનાનો ભેદ હવે ઉકેલાયો છે. જેથી હવે ઠંડા કલેજે મિસ્ટીને મારી નાખનારા આરોપી પર ગાળિયો કસાયો છે. હવે તમામ આરોપીને જેલ ભેગા કરી દેવાશે. જો કે, આરોપીને જાણ થઈ જતાં આખો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ આરોપી પરિવારની પાછળ રાતદિવસ એક કરીને પડી ગઈ છે. જેમ ગુનાનો ભેદ ઉકેલાયો તેમ હવે આરોપીને પણ ઝડપી લેવાશે.
હાલ પ્રાથમિક તપાસમાં માત્ર એ જ સામે આવ્યું છે કે, 1 વર્ષની માસૂમ મિસ્ટીને હત્યા કરી દેવાઈ છે. જો કે, બાળકીનો શ્વાસ રોકવામાં કોનો હાથ છે તે આરોપીઓ ઝડપાયા બાદ જ ખબર પડશે
ક્યારે બની હતી ઘટના ?
20 ડીસેમ્બર 2019. આ એ જ કાળો દિવસ છે જ્યારે મિસ્ટી આ ફાની દુનિયા છોડીને જતી રહી હતી. બાળકીની હજુ આંખો પણ સરખી ખુલી ન હતી ત્યાં તેની આંખો હંમેશા માટે બંધ કરી દેવામાં આવી હતી. મિસ્ટીના મોત બાદ તેના માતા-પિતા ભોળા બનીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મિસ્ટીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં નાટક કર્યું હતું કે તેમની દીકરી મિસ્ટી ઘરમાં ઊંઘી રહી હતી ત્યારે તેનું અગમ્ય કારણોસર મોત થયું છે. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે બાળકીના ગળાના ભાગે નિશાન હતું એટલે એફ.એસ.એલને જાણ કરાઈ હતી. એફ.એસ.એલના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હતું. ત્યારબાદ પોલીસ આ કેસની પાછળ પડી રહી હતી અને હત્યાનો ભેદ ઉકેલવાની કોશિશ કરી રહી હતી. ત્યારે હવે જે બાબતો સામે આવી છે તે આશ્ચર્યજનક છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ પુત્રની ઘેલછામાં દિકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપી રીના અને હાર્દિકને મિસ્ટીના જન્મ પહેલાથી જ એક બાળકી હતી. મિસ્ટીનો જન્મ થતાં તે જાણે તેમના પર બોજ હોય તેવો વ્યવહાર કરવા લાગ્ય હતા અને અંતે જે ન કરવાનું હતું તે આ પરિવારે કર્યું છે.
કલ્પના
દિકરી મિસ્ટી હાલ આપણી વચ્ચે નથી પરંતુ મિસ્ટી કહેતી હશે કે મમ્મી-પપ્પા મે તમારું શું બગાડ્યું હતું. શા માટે મને દુનિયા ન જીવવા દીધી. મિસ્ટી કહેતી હશે કે તેને પણ ડોક્ટર, એન્જિનિયર કે સ્પોર્ટ પર્સન બનનું હતું. શા માટે મારી આંખ ન ખુલવા દીધી. અરે…તમારે ન સાચવવી હોત તો મને ક્યાંક અનાથ આશ્રમમાં મુકી દીધી હોત તો પણ આજે મારા શ્વાસ ચાલતા હોત. આજે હું મિત્રો સાથે રમતી હોત. પપ્પા હું કાલી ઘેલી ભાષામાં ગીત પણ ગાતી હોત. ભગવાન પાસે જઈને મિસ્ટી એવું જ કહેતી હશે કે હે ભગવાન તમે રીના અને હાર્દિક જેવા માતા-પિતા અને નીતા અને ઉપેન્દ્ર જેવા દાદી-દાદા કોઈ દીકરીને ન આપતા.
તાજેતાજો ઘણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત