Homeગુર્જર નગરીપૈસા ન નીકળતા ATMનો નકશો બગાડી નાખ્યો, આરોપી બે મહિને પકડાયો

પૈસા ન નીકળતા ATMનો નકશો બગાડી નાખ્યો, આરોપી બે મહિને પકડાયો

Team Chabuk-GujaratDesk: એટીએમમાં ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે તમે ATMમાં જાઓ, કાર્ડ નાખો અને પૈસા કાઢવાનો પ્રયાસ કરો તો પૈસા નીકળે નહીં. ઘણીવાર તો એવું પણ થાય કે તમારા પછી જે વ્યક્તિ આવ્યો હોય તેના પૈસા નીકળી જાય અને તમારા કાર્ડ કે પીનમાં કોઈ ફોલ્ટ હોય તો પૈસા બહાર આવે જ નહીં. જોકે તેનો અર્થ એવો થોડો છે કે જાહેર સંપત્તિ એવા એટીએમને તોડી નાખવું. ગુજરાતના પોરબંદરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં યુવાને એસબીઆઈનાં એટીએમમાંથી પૈસા ન નીકળતા તબાહ કરી નાખ્યું.

પોરબંદરમાં બે મહિના પહેલા એક ઘટના બની હતી. એ ઘટનાનો આરોપી હવે છેક પકડાયો છે. પોરબંદરમાં નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા એસબીઆઈનાં ATMમાં આ યુવાને જોર જોરથી મુક્કા માર્યા હતા. જેના કારણે ATMને ભારે નુકસાન થયું હતું. યુવાન તો ચાલ્યો ગયો હતો પણ બે મહિના બાદ એ પેરોલ ફર્લો સ્કવોર્ડની મહેનત બાદ પકડાઈ ગયો છે. આ યુવાને સ્વીકાર્યું પણ છે કે જે તે સમયે એટીએમમાંથી પૈસા નીકળતા ન હોવાથી ગુસ્સામાં આ પગલું ભર્યું હતું અને એટીએમને નુકસાન પહોંચાડ્યું હતું.

જાન્યુઆરી મહિનાની 9મી તારીખની આ વાત છે. પોરબંદરના નરસંગ ટેકરી નામના વિસ્તારમાં પેટ્રોલ પમ્પની પાસે આવેલ એસબીઆઈ શાખાના બેન્કના ATMમાંથી એક યુવાન પૈસા ઉપાડવા માટે આવ્યો હતો. પૈસા ન નીકળતા આ યુવાન ગુસ્સે ભરાયો હતો અને તેણે કોણી અને મુક્કાના પ્રહારોથી એટીએમને નુકસાન પહોંચાડ્યું હતું. આ નુકસાનમાં એટીએમની સ્ક્રિન તૂટી ગઈ હતી. જે નુકસાન થયું તેની કિંમત 50,000 થતી હતી. એટલે કે ગમે તે ભોગે નુકસાનકર્તાને પકડવો પણ જરૂરી હતો. આખરે બે મહિનાની જહેમત બાદ આ યુવાન હાથે લાગ્યો.

આ ઘટના બન્યા બાદ બેંકના ડેપ્યુટી મેનેજર બીજયકુમાર મોહનદાસે જાન્યુઆરી મહિનાની તેરમી તારીખે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાતમીના આધારે તપાસ કરી જેનાથી ખ્યાલ આવ્યો કે વ્યક્તિ છાયા વિસ્તારમાં રહે છે. 37 વર્ષની ઉંમર છે. નીખીલ નરશીભાઈ ડાભી નામ છે.

બાદમાં સીસીટીવીનાં આધારે પોલીસે સમગ્ર કાર્યવાહી કરી અને અન્તે યુવાને પણ કબુલ કર્યું. તેણે કહી દીધું કે, એટીએમમાં પૈસા હોવા છતાં અને વારંવાર પ્રયાસ કરતો હોવા છતાં નીકળતા નહોતા. જેથી ગુસ્સામાં આવી તેણે આ પગલું ભર્યું. અર્થાત્ એટીએમનો નાક નકશો બગાડી નાખ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments