Team Chabuk-Gujarat Desk: વડોદરામાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. આ લિફ્ટ તૂટવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કુલ 3 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા એપાર્ટમેન્ટમાં બની હતી. લિફ્ટનો તાર અચાનક તૂટતાં બીજા માળેથી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. ચારેય લોકોને બચાવ્યા હતા. લિફ્ટ તૂટતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી. ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, સમારકામના અભાવે લિફ્ટ તૂટી હતી.
વડોદરાના વાઘોડિયા રોડ પર ઉમા એપોર્ટમેન્ટમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે, 4 લોકો લિફ્ટમાં બેસીને ઉતરતા સમયે લિફ્ટનો તાર તૂટ્યો છે. લિફ્ટનો તાર તૂટી જતા બીજા માળેથી લિફ્ટ નીચે પટકાઈ હતી. લિફ્ટ પટકાતા અંદર બેસેલા લોકોમાંથી એકનું મોત થયું છે જ્યારે અન્યોને નાની-મોટી ઈજા પહોંચી છે. ફાયરબ્રિગેડની મદદથી ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત