Homeગુર્જર નગરીસુરત ક્રાઇમ બ્રાન્ચે એપલના ફોન વિદેશથી બે નંબરમાં મંગાવતા 2 લોકોને ઝડપી...

સુરત ક્રાઇમ બ્રાન્ચે એપલના ફોન વિદેશથી બે નંબરમાં મંગાવતા 2 લોકોને ઝડપી પાડ્યા

Team Chabuk-Gujarat Desk: સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા બે લોકોને ઝડપી પાડ્યા છે. જેઓ વિદેશથી બે નંબરમાં સ્માર્ટફોન અને વોચ મંગાવતા હતા. સુરત પોલીસે 2 લોકોને ઝડપી લીધા જેઓ વિદેશથી એપલ આઈફોન મોબાઇલ ફોન તથા સ્માર્ટ વોચ બે નંબરમાં મંગાવતા હતા. ફોન મંગાવીને ખાલી બોક્સમાં પેક કરી તેના પર IMEI નંબર વાળા સ્ટીકર બનાવી ગ્રાહકોને વેચતા હતા. સુરત ક્રાઈમ બ્રાંચે 2 લોકોને ઝડપી લીધા છે.

તેમની પાસેથી પોલીસે 238 નંગ Apple iPhone મોબાઇલ ફોન તથા સમાર્ટ વોચ સહીત કૂલ રૂપિયા 92 લાખ નો મુદ્દામાલ સાથે બે ઈસમો ને ઝડપી પાડ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ફઇમ ફારૂક મોતીવાલા અને સઇદ ઇબ્રાહીમ પટેલ નામના બે ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments