Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. નાની ઉંમરના યુવકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જેતપુરમાં યુવાનનું હાર્ટએટેકથી મોત થયું હતું.

વિગતો અનુસાર જેતપુરના જોડિયા હનુમાન મંદિર પાસે 40 વર્ષીય અશોક ચૌધરી નામના યુવાનને કારખાનામાં એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત