Team Chabuk-Gujarat Desk: હાર્ટ એટેકના બનાવ દરરોજ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના રેસકોર્સ સ્થિત લોકમાન્ય સ્નાનાગારમાં સ્વિમર રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકર (ઉ.વ.60)નું હાર્ટએટેકના કારણે મોત થયુ હતું. આ બનાવ ત્રણ દિવસ પહેલા બન્યો હતો.
ટૂંકી સારવાર બાદ મોત
રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતા અને નિયમિત સવારે લોકમાન્ય તિલક સ્નાનાગારમાં નહાવા જતા રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકર (ઉ.વ.60) આજે સવારે સ્વિમિંગ પુલમાં નહાવા પડ્યા હતા અને સ્વિમિંગ કર્યા બાદ તેણે છાતીમાં દુ:ખાવો થતા તેઓ પાળી પર બેસી જતા આ સમયે સંચાલક બંકીમ જોષી, કોચ નીમીષ ભારદ્વાજ, અમીત સોરઠીયાએ તુરંત જ તેમની પાસે પહોંચી પુછપરછ કરતા છાતીમાં દુ:ખાવો થયાનું જણાવતા તુરંત જ પ્રાથમીક સારવાર આપી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફત સાથે બીજા મેમ્બરને મોકલી કરણસિંહજી સ્કુલ પાસેથી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પરિવારજનોમાં શોક
પરિવારજનોમાં શોક
બનાવના પગલે સ્વિમિંગ પુલના તમામ મેમ્બરોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જેને લઇ પ્રદ્યુમનનગર પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક રાજેન્દ્રભાઈ ઠાકર છેલ્લા 15-20 વર્ષથી નિયમિત સ્વિમીંગ સાથે સ્નાનાગારના જાણકાર સભ્ય હતા. તેઓ નિયમિત સ્વિમીંગ પુલમાં સ્નાન કરવા આવતા હતા. સ્વિમીંગ કર્યા બાદ અચાનક છાતીમાં દુ:ખાવો છતાં તેઓનું હાર્ટ એટેકથી મોત થતા સાથી સ્વિમર મેમ્બરો અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
