Homeગુર્જર નગરીGujarat Corona: રાજ્યમાં કોરોનાએ ફરી મચાવ્યો કહેર, 400થી વધુ કેસ નોંધાયા, 2...

Gujarat Corona: રાજ્યમાં કોરોનાએ ફરી મચાવ્યો કહેર, 400થી વધુ કેસ નોંધાયા, 2 લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 402 પોઝીટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 220 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં 30 કેસ, સુરતમાં 32 કેસ તેમજ મોરબીમાં 18 કેસ નોંધાયા છે. અમરેલીમાં 18 કેસ મહેસાણામાં 12, કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 9 કેસ ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે. વલસાડમાં 5 કેસ તેમજ ભરૂચમાં 3 જામનગરમાં 3 અને નવસારીમાં 3 અને આણંદમાં 2 કેસ નોંધાયા છે. અમદાવાદ અને કચ્છમાં એક એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.

7 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 543 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા હતા. આ સાથે જ લાંબા સમય બાદ કુલ 2 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 219 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં એક મોત થયું છે. રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1529 પહોંચ્યો હતો. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments