Homeગામનાં ચોરેજેલમાં બંધ સુકેશે ફરી એક વખત બોલીવૂડ એક્ટ્રેસ જેકલિનને લખ્યો પત્ર, કહ્યું,...

જેલમાં બંધ સુકેશે ફરી એક વખત બોલીવૂડ એક્ટ્રેસ જેકલિનને લખ્યો પત્ર, કહ્યું, તારા દિલમાં…..

Team Chabuk-National desk: તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે પોતાના જન્મદિવસ પર ફિલ્મ એક્ટ્રેસ જેકલિન ફર્નાંડિસને લવ લેટર લખ્યો છે. સુકેશે પોતાના પત્રમાં જેકલીનને કહ્યું માય બુમ્મા હું તને જન્મદિવસના અવસર પર ખૂબ જ વધારે મિસ કરી રહ્યો છું. સુકેશે કહ્યું કે, “મારી પાસે કોઈ શબ્દ નથી. પરંતુ હું જાણું છું કે મારા માટે તારો પ્રેમ ક્યારેય ખતમ નહીં થાય, આ ફક્ત મારા માટે છે.” સુકેશ ચંદ્રશેખરે પત્રમાં કહ્યું કે, “હું તારી ઉર્જાને મારી આસ-પાસ મિસ કરી રહ્યો છું.”

સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાડિસને લખેલા પત્રમાં કહ્યું કે “મને ખબર છે કે તારા દિલમાં શું છે. મને કોઈ પુરાવાની જરૂર નથી.” સુકેશ ચંદ્રશેખરે પત્રમાં લખ્યું કે, “તને ખબર છે કે હું તમને કેટલો પ્રેમ કરૂ છું. મારી બોટા બુમ્મા.”

સુકેશે આગળ લખ્યું, “તુ અને તારા પ્રેમની કોઈ કિંમત નથી. મારા જીવનનું સૌથી સારૂ ગિફ્ટ આજ છે. લવ યુ માય બેબી, તારૂ દિલ મને આપવા માટે ધન્યવાદ” સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કરોડો રૂપિયાના ઠગના મામલામાં જેકલીન ફર્નાંડીઝ પાસે પણ પુછપરછ થઈ ચુકી છે. પરંતુ તેણે પોતાને તેમાં શામેલ થવાનો ઈનકાર કર્યો છે.

સુકેશ ચંદ્રશેખરે આ મહિનાની શરૂઆતમાં પણ જેકલીન ફર્નાડિસને પત્ર લખ્યો હતો. તેમણે જેકલીન ફર્નાડિઝન માટે હોળીની શુભકામના અને એક લવ નોટની સાથે મીડિયાને એક નિવેદન જાહેર કર્યું હતું. 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં સુકેશ હાલ જેલમાં બંધ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments