Homeગુર્જર નગરીઅમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે દોષિતનો સંભળાવી સજા, 38ને ફાંસી અને...

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે દોષિતનો સંભળાવી સજા, 38ને ફાંસી અને 11ને આજીવન કેદ

Team Chabuk-Gujarat Desk: વર્ષ 2008માં અમદાવાદને હચમચાવી નાખનાર સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજ રોજ સ્પેશિયલ કોર્ટે દોષિતોને સજા સંભળાવી છે. સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. અગાઉ 9 ફેબ્રુઆરીએ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો અને 2008માં 49 આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.

વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે 15 ફેબ્રુઆરીએ તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. વિશેષ અદાલતે દોષિતોનો અને બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસિક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ હતી જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ હતી. ત્યારે આજે કોર્ટે કુલ 49 દોષિતોમાંથી 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે.

મહત્વનું છે કે, 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ માં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપી સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે, જ્યારે હજી આ કેસમાં 8 આરોપી એવા છે, જેમને પોલીસ હજુ શોધી રહી છે.

કોર્ટે દોષિતોને સજાની સુનાવણી કર્યા બાદ આ કેસમાં પીડિતોને વળતર ચુકવવા આદેશ કર્યો છે. જેમાં મૃતકના પરિવારજનોને 1 લાખ રૂપિયાનું વળતર જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઈજા પામેલાઓને 25 હજારનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments