Homeગુર્જર નગરીરાજકોટ: ‘મારી સાથે વાત નહીં કરે તો બદનામ કરી નાખીશ…’ કોન્સ્ટેબલની મહિલા...

રાજકોટ: ‘મારી સાથે વાત નહીં કરે તો બદનામ કરી નાખીશ…’ કોન્સ્ટેબલની મહિલા કોન્સ્ટેબલને ધમકી

Team Chabuk-Gujarat Desk: રાજકોટ પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. પહેલા તો માનવામાં ન આવે એવી વાત છે, કારણ કે રક્ષક જ થોડો ભક્ષક બને? શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાની જવાબદારી જેમના માથે છે એ પોલીસ કોન્સ્ટેબલ ઉપર જ હવે સહકર્મીને બદનામ કરવાનું કલંક લાગ્યું છે. પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે કામ કરતી એક મહિલા કોન્સ્ટેબલને જ પુરુષ કોન્સ્ટેબલે જાતિય સતામણી કરી ધમકી આપ્યાની વાત સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અગાઉ પણ કોન્સ્ટેબલનું એક પ્રકરણ સામે આવેલ

આ સમગ્ર ઘટના સંદર્ભે A ડિવીઝનના પીઆઈ જોશી સાહેબે જણાવ્યું હતું કે, ગત મંગળવારના રોજ રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા અને ટ્રાફિક-પોલીસ તરીકે ફરજ અદા કરતા, કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ પૂર્વે ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં અગાઉ કોન્સ્ટેબલ રાશિદ સંડોવાયેલો હોય, તેણે મહિલા કોન્સ્ટેબલને ગળા ટૂંપો આપ્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો એ અંગે પોલીસબેડામાં ચર્ચાઓ શરૂ થઇ હતી.

મહિલા કોન્સ્ટેબલે શું કહ્યું ?

મહિલા કોન્સ્ટેબલ દ્વારા જણાવવામાં આવેલી વિગતો કંઈક એવી છે કે, રાશિદ અને તેણી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હોવાથી પરિચય પાંગર્યો હતો. રાશિદે મહિલા કોન્સ્ટેબલનો કચેરીમાંથી જ નંબર મેળવ્યો હતો અને અવારનવાર રિંગ કરી ફોનમાં વાત કરવા માટે દબાણ કરતો હતો. મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા અનુસાર, એક વખત તેણે તેણીને ઊભી રાખીને કહ્યું હતું કે જો તું મારી સાથે વાત નહીં કરે તો તારા પરિવારને બધી વાત કરી દઈશ. તેણે સ્ટાફમાં બદનામ કરવાની, મારી નાખવાની ધમકી આપી હતી. બે દિવસ પૂર્વે આ અંગેની જાણ ટ્રાફિક શાખાના એસપીને થતા તેમણે તુરંત કોન્સ્ટેબલ રાશિદ શેખની ટ્રાફિકમાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દીધી હતી. મહિલા કોન્સ્ટેબલના નિવેદન બાદ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments