Homeદે ઘુમા કેકેવા દિવસો! રોહિત શર્માને પણ બોલિંગ કરવી પડે છે

કેવા દિવસો! રોહિત શર્માને પણ બોલિંગ કરવી પડે છે

Team Chabuk-Sports Desk : પહેલી ઈનિંગના અંતે ઓસ્ટ્રેલિયાએ કુલ 369 રન ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન માર્નસ લાબુશેને ફટકાર્યા. તેણે કારકિર્દીની પાંચમી સદી ફટકારતા 204 બોલ પર 9 ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા. આ ઉપરાંત ટીમ પેને 104 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું. સાથે જ  કેમરૂન ગ્રીને 47, મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રન નોંધાવ્યા. ભારત તરફથી ડેબ્યૂ કરનારા ટી.નટરાજન અને વોશિંગ્ટન સુંદર સામે કાંગારૂ બેટ્સમેન ઘૂંટણીએ પડી ગયા હતા. ભારત માટે ટી.નટરાજન, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ ઝડપી. જ્યારે મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીને પવેલિયનનો રસ્તો બતાવ્યો.

પહેલા દિવસે પણ વિવાદ બરકરાર

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિવાદોથી ભરપુર છે. બ્રિસ્બેનમાં શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચ વિવાદો સાથે જ શરૂ થઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેટલાક દર્શકોની પૂંછળી વાંકી જ રહી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આશ્વાસન આપ્યું હોવા છતાં ભારતીય ક્રિકેટર સાથે દુરવ્યવહાર થયો હતો. સ્ટેડિયમમાં બેસેલા કેટલાક દર્શકોએ સિરાજ અને સુંદર પર અભદ્ર ટીપ્પણી કરી અને સિડની મેચના બ્લેકડેનું પુનરાવર્તન કર્યું હતું. મેચના પહેલાં જ દિવસે ઓસ્ટ્રેલિયાઈ દર્શકોએ ભારતીય ટીમના સ્પીનર વોશિંગ્ટન સુંદર અને પેસ બોલર મોહમ્મદ સિરાજ પર અભદ્ર ટીપ્પણી કરી. ઓસ્ટ્રેલિયાઈ અખબારના અહેવાલ છાપવામાં આવ્યો છે.

બંને ખેલાડીઓ જ્યારે બાઉન્ડ્રી લાઈન નજીક હતા ત્યારે કેટલાક દર્શકોએ તેમને નિશાન બનાવ્યા હતા. એક પત્રકારે આ ઘટનાનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે. વીડિયો પાછળ પણ કેટલાક લોકોનો અવાજ આવી રહ્યો છે. જે સિરાજના નામની બૂમો પાડી રહ્યા છે. એવામાં આગળ બેસેલો શખ્સ સિરાજને બોલાવે છે. અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. સિરાજ તેની સામે જુઓ છે ત્યારે તેને થમ્બસઅપ બતાવે છે અને નિર્દોશ હોવાનો ઢોંગ કરે છે.

આ પહેલાં સિડનીમાં સિરાજ  પર અભદ્ર ટીપ્પણી થઈ  હતી. બાઉન્ડ્રી નજીક બેઠેલા કેટલાક લોકોએ આ દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારબાદ ફરિયાદ થતાં છ લોકોને સ્ટેડિયમ બહાર પણ કાઢી મુકાયા હતા. આ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આશ્વાસન આપ્યું હતુ કે અમે આ પ્રકારની ઘટનાઓ સહેજ પણ નહીં ચલાવી લઈએ. જો કે, હવે ફરી આવી ઘટના બની છે ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કોઈ કડક પગલાં લે છે કે કેમ એ આગામી સમયમાં ખબર પડી જશે.

પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ કેવી હતી ?

ઓસ્ટ્રેલિયા પ્રથમ દિવસે 274 રન કર્યા હતા. પહેલાં દિવસે માર્નસ લાબુશેને 108 રન ફટકાર્યા હતા. તેણે 204 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મીથે 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ડેબ્યૂ કરનારા ટી.નજરાજ સામે કાંગારૂ બેટ્સમેન ઘૂંટણીએ પડ્યા. ટી.નટરાજને 2, જ્યારે વોશિગ્ટન સુંદર, સાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆતની ત્રણ વિકેટ ઝડપથી પડી ગઈ હતી. જો કે, ત્યારબાદ વેડ અને લાબુશેને 113 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી.

ટીમ ઈન્ડિયાના બેડલક !

ભારતીય ટીમનો બે શબ્દો પીછો નથી છોડતા. એક વિવાદ અને બીજો ઈજા. જેમ એક બાદ એક વિવાદ સર્જાઈ રહ્યા છે તેમ ભારતીય ટીમના એક બાદ એક ખેલાડી ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. હવે ટીમનો પેસ બોલર નવદીપ સૈની પણ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. જેને લઈને હવે સોશિયલ મીડિયા પર અલગ અલગ મીમ બની રહ્યા છે.

ભારતના આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે

  • હનુમા વિહારી
  • રવીન્દ્ર જાડેજા
  • જસપ્રીત બુમરાહ
  • રવિચંદ્રન અશ્વિન
  • નવદીપ સૈની

આ ખેલાડીને ટીમમાં મળ્યું છે સ્થાન

  • શાર્દુલ ઠાકુર
  • ટી. નટરાજન
  • વી. સુંદર
  • મયંક અગ્રવાલ 

રોહિત બોલિંગ પણ કરે છે !

નવદીપ સૈની 35મી ઓવરના 5માં બોલે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેના કારણે ઓવરનો એક બોલ બાકી હતો. છેલ્લો બોલ કોણ ફેકે તે અંગે વિચાર વિમર્શ કરાયા બાદ બોલ રોહિત શર્માના હાથમાં આપવામાં આવ્યો હતો. રોહિત શર્મા સામે માર્નસ લાબુશેન સ્ટ્રાઈક પર હતો. રોહિતના બોલ પર તેણે ઓફસાઈડ પર શોટ ફટકારી એક રન લીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments