Team Chabuk-Sports Desk: 2023 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં મહામુકાબલાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.
સ્ટીવ સ્મિથ
અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારત માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. ટૂર્નામેન્ટમાં સ્મિથનું પ્રદર્શન ભલે ધારદાર ન રહ્યું પરંતુ મોટી મેચોમાં અને ખાસ કરીને ભારત સામે સ્મિથનું બેટ જોરથી ચાલે છે. સ્ટીવ સ્મિથે આ વર્લ્ડ કપની 9 મેચમાં 37.25ની એવરેજ અને 81.86ની સ્ટ્રાઈક રેટથી 298 રન બનાવ્યા છે.
ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલની તોફાની બેટિંગ અને સ્પિન બોલિંગ ભારત માટે મોટો ખતરો બની શકે છે. મેક્સવેલે આ ટૂર્નામેન્ટમાં રમાયેલી 8 મેચોમાં 66.33ની એવરેજ અને 150.18ની સ્ટ્રાઈક રેટથી 398 રન બનાવ્યા છે. તેણે અફઘાનિસ્તાન સામે એકલા હાથે બેવડી સદી ફટકારી અને ઓસ્ટ્રેલિયાને મહત્વની જીત અપાવી.
ડેવિડ વોર્નર
આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના દમદાર પ્રદર્શનમાં અનુભવી ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. વોર્નરે આ ટૂર્નામેન્ટમાં રમાયેલી 10 મેચોમાં 52.80ની એવરેજ અને 107.53ની સ્ટ્રાઈક રેટથી 528 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી છે. આ ફાઈનલ મેચમાં વોર્નર ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે.
જોશ હેઝલવુડ
ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ફાઈનલ મેચમાં ભારતીય ટોપ ઓર્ડર માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. હેઝલવુડે લીગ સ્ટેજની મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને પેવેલિયન મોકલ્યા હતા. જ્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં હેઝલવુડે 10 મેચમાં 4.67ની ઈકોનોમી સાથે 14 વિકેટ ઝડપી છે.
એડમ જમ્પા
ભારતીય ધરતી પર કાંગારુ ટીમના મજબૂત પ્રદર્શનમાં સ્પિન બોલર એડમ ઝમ્પાએ મોટો ફાળો આપ્યો છે. જમ્પાએ આ ટૂર્નામેન્ટમાં રમાયેલી 10 મેચોમાં 5.47ની ઈકોનોમી સાથે 22 વિકેટ લીધી છે. ટૂર્નામેન્ટમાં બીજા નંબરની સૌથી વધુ વિકેટ લેનાર બોલર એડમ જમ્પા ફાઈનલ મેચમાં રોહિત ટીમ માટે ખતરારૂપ બની શકે છે.

તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર