Team Chabuk-Gujarat Desk: સુરતમાં લૂટારા બેફામ બન્યા છે. ડીંડોલીથી ચલથાણ તરફ જઈ રહેલા કેનાલ હાઇવે પર કાપડ વેપારી લૂંટનો શિકાર બન્યો છે. કારમાં 55 લાખ રૂપિયા લઇ ત્રણ વેપારીઓ કડોદરા તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ચલથાણ કેનાલ રોડ પર લૂંટની ઘટના બની હતી.વેપારીની કાર પર બે અજાણ્યા મોપેડ સવારે કિચડ ફેકતા કાર ઉભી રાખવી પડી હતી. જેનો લાભ લઈ બંને મોપેડ સવાર કારમાંથી 55 લાખ રૂપિયાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ સહિત ACP, DCP ,ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતો યાનના કાપડનો વેપાર કરતો વેપારી લૂંટનો શિકાર બન્યો છે. યાનના કાપડનો વેપારી તેના અન્ય બે મિત્રો સાથે રૂપિયા 55 લાખ લઈને વ્યવસાયના કામ અર્થે મોડી સાંજે ડીંડોલી ચલથાણ કેનાલ હાઇવે પરથી કડોદરા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ડિંડોલીથી ત્રણ કિલોમીટર દૂર પહોંચતા એની પાછળ બે અજાણ્યા ઈસમો દ્વારા મોપેડ પર આવીને તેમની કારના ડ્રાઇવરના કાચ પર કીચડ ફેંક્યો હતો. જેને લઇ કાર ચાલકે ગાડીને સાઈડ કરવી પડી હતી. દરમિયાન કાર જેવી સાઇડ કરાતા તરત જ બંને અજાણ્યા મોપેડ સવારોએ કારમાં રહેલ રૂપિયા 55 લાખની બેગ નજર ચૂકવી લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવ્યા હતા.

સુરતનો યાનના વેપારી સાથે રૂપિયા 55 લાખની લૂંટ થઈ છે કે ચીલ ઝડપ થઈ છે તે અંગેની જાણ પોલીસને થતા જ તાત્કાલિક ડીંંડોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ જે રીતે હાઇવે પર કારની સ્થિતિ જોવા મળી અને વેપારીની વાતો સાંભળી ઘટના ખૂબ જ ગંભીર હોવાનું પોલીસને લાગી રહ્યું હતું.જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો મોડી રાત સુધી તપાસ માટે દોડી ગયો હતો. ડીંડોલી પોલીસ સહિત એસીપી, ડીસીપી ,ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે વેપારી સાથે બનેલી ઘટનાની હકીકત સાંભળી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ઘટના અંગે ઝોન 2 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સાંજે સાડા સાત થી આઠની વચ્ચે બે વેપારી ચલથાણ રોડથી બ્લેક કલરની scorpio લઈ જઈ રહ્યા હતા.દરમિયાન એકટીવા પર પાછળથી બે લોકો આવી ગાડી ઉપર કીચડ ફેંક્યો હતો. જેને લઇ ગાડી સાઈડ કરવી પડી હતી. દરમિયાન મોપેડ ચાલકોએ નજર ચૂકવી રૂપિયા ભરેલી બેગની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા. બંને વેપારી વ્યવસાયના અર્થે કડોદરા તરફ જઈ રહ્યા હતા. આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. અને વધુ તપાસ પોલીસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
